Western Times News

Gujarati News

પત્નીએ પતિના ૩ દાંત તોડી નાંખ્યા, દંડા વડે ફટકાર્યો

File photo

શિમલા, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પત્ની દ્વારા પતિને માર મારવાનો અજીબોગરબી કિસ્સો સામે આવ્યો હતો. પતિ સોશિયલ સાઈટ વોટ્‌સએપ ઉપર પત્નીને ચેટિંગ કરવા માટે રોકી હતી. ત્યાર બાદ પત્ની ગુસ્સે ભરાઈ હતી અને પતિના દાંત તોડી નાંખ્યા હતા.

પત્નીનું આટલામાં મન ન ભરાયું તો પતિને દંડા વડે માર માર્યો હતો. પતિ પત્ની વચ્ચેની મારા મારીની આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના ઠિયોગ પોલીસ સ્ટેશનમાં આવેલા છૈલામાં પતિ પત્ની વચ્ચેની મારામારીની ઘટના બની હતી. પત્ની જ્યારે વોટ્‌સએપ ઉપર ચેટિંગ કરી રહી હતી ત્યારે પતિએ તેને રોકી હતી.

જાેકે, પતિને ચેટિંગ કરવાથી રોકવી પતી માટે ભારે પડી હતી. પત્નીનો મડૂ એટલો ખરાબ થઈ ગયો કે પત્નીએ પતિને ખરાબ રીતે માર માર્યો હતો. પત્નીએ પતિ ઉપર લાકડીના દંડા વડે હુમલો કર્યો હતો. પત્નીએ પતિના ત્રણ દાંત તોડી નાંખ્યા હતા.

આ ઘટના શિમલા નજીકના ઠિયોગમાં થઈ હતી. ઘાયલ પતિની ફરિયાદ ઉપર પોલીસે મેડિકલ રિપોર્ટના આધાર ઉપર આરોપી પત્ની સામે મારપીટની કલમો અંતર્ગત ફરિયાદ નોંધી છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લાના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની ફોન ઉપર કોઈની સાથે ચેટિંગ કરતી હતી.

ત્યારે પતિએ આ અંગે તેને પૂછતાં પત્ની જાેરજાેરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. પતિએ પત્નીનો રસ્તો રોક્યો તો પત્નીએ તેને લાકડી વડે ધોઈ નાંખ્યો હતો.શિમલાના એસપી મોનિકાના જણાવ્યા પ્રમાણે આરોપી મહિલા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૪૧, ૩૨૩ અને ૫૦૬ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ આ અંગે તપાસ હાથધરી છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા સાઈટ્‌સના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે. પરંતુ ક્યારે સોશિયલ મીડિયાના કારણે પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થવાની ઘટનાઓ પણ છાસવારે બનતી રહે છે. જાેકે સોશિયલ મીડિયાના કારણે એક પત્નીએ પતિને ખુબ જ ખરાબ રીતે માર માર્યો હોવાની ઘટના શિમલામાં સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. પોલીસે આરોપી પત્ની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.