Western Times News

Gujarati News

નવજાત બાળક ૩ દિવસ બાદ યાદ આવતા માતા હોસ્પિટલ ગઈ

અમદાવાદ, એવા ઘણાં કિસ્સા સામે આવતા હોય છે જેમાં માતા અથવા તો પરિવાર દ્વારા નવજાત બાળકને ત્યજી દેવામાં આવતા હોય છે. આ બાળકોને બસ કે રેલવે સ્ટેશન પર, રસ્તા પર અથવા કોઈ અનાથઆશ્રમમાં મૂકી દેવામાં આવતા હોય છે. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલમાં આવી જ એક ઘટના બની છે.

૨૦મી સપ્ટેમ્બરના રોજ એલ.જી. હોસ્પિટલના લેબર વોર્ડમાં એક માતા પોતાના નવજાત બાળકને મૂકને જતી રહી હતી. ત્રણ દિવસ પછી માતા હોસ્પિટલ પાછી ફરી હતી. પાછી ફરેલી માતાએ જણાવ્યું કે, ત્રણ દિવસ અગાઉ તે સીટીએમ પાસે ફળ લેવા ગઈ હતી અને બે દિવસ સુધી બેભાન રહી હતી. ભાનમાં આવતા તેને બાળકની યાદ આવી હતી.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આ ઘટના ૨૦ સપ્ટેમ્બરના રોજ બની હતી. ૨૦મી સપ્ટેમ્બરે એલજી હોસ્પિટલમાં પોતાના નવજાત બાળકને ત્યજીને એક માતા ફરાર થઈ ગઈ હતી. આ બાબતની જાણ થતાં હોસ્પિટલના સ્ટાફે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હોસ્પિટલ સ્ટાફની ફરિયાદ અનુસાર ૧૬મી સપ્ટેમ્બરના રોજ ખુરશીદાબેન રંગરેઝ નામની એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા જેમાં જાેવા મળ્યુ હતું કે મહિલા હોસ્પટિલમાં બહાર નીકળી રહી હતી. મહિલાએ હોસ્પિટલના રેકોર્ડમાં જણાવ્યુ હતું કે તે રામોલમાં જનતાનગરમાં રહે છે.

પોલીસે આ સરનામા પર પહોંચીને તપાસ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં મહિલાની શોધ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તેને ટ્રેસ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. માતા ફરાર હતી તે સમયે નવજાત બાળકની દેખરેખ હોસ્પિટલ સ્ટાફ દ્વારા રાખવામાં આવી હતી. બીજી તરફ મહિલાની સીસીટીવી ફૂટેજ વાયરલ થવાને કારણે પાડોશીઓએ આ અંગે મહિલાને જાણ કરી હતી ત્યારપછી તે હોસ્પિટલ આવી હતી. આ કેસમાં મણિનગર પોલીસે માતાની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.