Western Times News

Gujarati News

કન્હૈયા કુમાર ૨૮ સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જાેડાશે

નવીદિલ્હી, જેએનયુના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર ૨૮ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જાેડાશે. સાથેજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ તેમની સાથે કોંગ્રેસમાં જાેડાવાના છે. ગુજરાતમાં ૨૦૨૨ને લઈને જાેરશોરથી ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોગ્રેસ પણ ચૂંટણીને લઈને હવે સક્રિય જાેવા મળી રહી છે.

કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી છે. જેથી ૨૦૨૪માં તેઓ સત્તા હાંસલ કરી શકે. કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીને પાર્ટીમાં શામલ કરવાથી કોંગ્રેસને મોટો ફાયદો થશે કારણકે તેમના મોટા પ્રમાણમાં સમર્થકો છે.

કન્હૈયા કુમાર વિશે જાે વાત કરવામાં આવે તો તે બિહારના બેગુસરાયથી છે. વર્ષ ૨૦૧૯માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. જાેકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમ છતા પાર્ટીનું માનવું છે કે બિહારમાં નવા ચહેરા જરૂરી છે. કન્હૈયા કુમારે વિદ્યાર્થી નેતા તરીકે સંગઠન બનાવાનો અનુભવ છે. જેથી બિહાર કોંગ્રેસના નેતાન અમરિંદર સિંહનું માનવું છે કે કન્હૈયા કુમારના આવવાથી પાર્ટીને મોટો ફાયદો થશે.

૨૦૧૭ની ચૂંટણીમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, અને જિગ્નેશ મેવાણીએ મહત્વની ભૂમીકા ભજવી હતી. હાલ હાર્દિક પટેલ તો કોંગ્રેસમાં શામેલ થઈ ચુક્યા છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાદપમાં જાેડાયા છે. જાેકે હવે જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જાેડાશે જેના કારણે કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.