Western Times News

Gujarati News

પેટલાદમાં વિડિયો વાયરલ થતાં ચકચારઃ પાલિકાના વહીવટ સામે અનેક પ્રશ્નો

પ્રતિકાત્મક

આ યુવાનનો માફી માંગતો વધુ એક વિડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

ચકચારી વિડિયોમાં યુવાને જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી ર૦૦રના ગોધરાકાંડ બાદ એક જ વખત અહીં ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે. તેમાંય એ સમય દરમિયાન કોઈ ખાસ કામો કે વિકાસ થયા નહિ હોવાનો ઉલ્લેખ વિડિયોમાં કરાયો છે.

પેટલાદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના દસથી બાર જેટલા નેતાઓ છે, પરંતુ તેઓને જ અંદરોઅંદર કોઈની સાથે બનતુ નથી. તેઓના જ એટલા ગ્રુપ છે કે બીજા સામે શું લડવાનું ? આ નેતાઓ જ એક બીજાના ટાંટીયા ખેંચવામાં વ્યસ્ત હોવાને કારણે ગામનો વિકાસ અટક્યો હોવાનો ઉલ્લેખ ચકચારી વિડિયોમાં કરવામાં આવ્યો છે.

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરમાં ગતરોજ એક યુવાનનો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. સોશ્યલ મિડીયામાં આ વિડિયો એટલી હદ સુધી વાયરલ થયો હતો કે, નગર પાલિકાના વહીવટ સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

તેમાંય આ વિડિયો પાલિકામાં ભાજપના કાઉન્સીલરના પુત્રનો હોવાથી ભાજપમાં રાજકીય ભૂકંપની સ્થિતિ જાેવા મળી હતી. જાેકે, આ વિડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં એ યુવાન દ્વારા માફીનો વિડિયો પણ આવી જતાં હાલ પૂરતુ ડેમેજ કંટ્રોલ થઈ ગયુ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પેટલાદ નગરપાલિકામાં ગત સામાન્ય ચૂંટણી વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં સત્તાસ્થાને ભાજપનો ભગવો લહેરાયો હતો. પાલિકામાં ૩૬ પૈકી રર સભ્યો સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ આજદિન સુધી છ મહિના થયા હોવા છતાં કોઈ ઠોસ કામગીરી થયા નહિ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

પાલિકાના સત્તાધીશો દ્વારા વિકાસલક્ષી એકપણ કામ હાથ ઉપર નહિ લેવાતા પ્રજામાં પણ ભારે નારાજગી હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ છે. તેમાંય ગતરોજ શહેરના એક યુવાનનો વિડિયો વાયરલ થતાં પાલિકાના વહીવટ સામે વધુ પ્રશ્નો ઉપસ્થિત થવાનો મામલો સામે આવ્યો છે.

આ ચકચારી વિડિયોમાં યુવાન દ્વારા ઉલ્લેખ કરવામાં આવયો છે કે, ચૂંટણી અગાઉ ભાજપના નેતાઓ દ્વારા વોટ માંગવા જ્યારે આવ્યા હતા ત્યારે મોટી – મોટી વાતો કરી પ્રજાને દિલાશો આપવામાં આવતો હતો. તેઓએ જાહેરમાં બાંહેધરી આપી હતી કે, શહેરના દરેક વોર્ડ દીઠ એક ઓફીસ કાર્યરત કરવામાં આવશે.

જેમાં સ્થાનિક લોકોના પ્રશ્નો અને ફરિયાદ સાંભળી તેનું નિરાકરણ કરવા ઉપરાંત બીપીએલ, આધારકાર્ડ વગેરેના કામોનો પણ ત્યાં જ ઉકેલ લાવવામાં આવશે. આવી કોઈ જ ઓફિસ આજદિન સુધી કાર્યરત તો નથી જ થઈ પરંતુ જરૂરી નાના – નાના કામોનો પણ ઉકેલ આવતો નથી. શહેરમાં ઠેર – ઠેર ખાડા જાેવા મળે છે.

અગાઉના બોર્ડ વખતે કચરો ઉઘરાવવા જે ટેમ્પીઓ આવતી હતી તે પણ બંધ થઈ ગઈ છે. ટાઉનહોલ સદંતર બંધ છે, જ્યારે શોપીંગ સેન્ટરોના કોઈ ઠેકાણા નથી. આમ, આ યુવાન દ્વારા પાલિકાના વહીવટ સામે અનેક પ્રશ્નો વિડિયો દ્વારા સામે આવ્યા છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આ યુવાન પાલિકાના વર્તમાન કાઉન્સીલર જિગ્નેશભાઈ જાેશીના સુપુત્ર કાર્નવ જાેશીનો છે.

આ જિગ્નેશભાઈ જાેશી વોર્ડ નં. પાંચમાંથી ચૂંટાઈ હાલ શાળા કમિટિનું નેતૃત્વ કરી રહ્યા છે. આ યુવાને તેમના પિતા સામે પણ પ્રશ્ન કરતાં વિડિયો દ્વારા જણાવ્યુ હતુ કે, જાે તેઓની કોઈ વહીવટી ભૂલ હોય તો તેમની પાસે પણ જવાબ માંગવામાં આવશે. વર્તમાન સત્તાધીશોને પાલિકામાં બોર્ડ બનાવીએ છ મહિના જેટલો સમય વિતી ગયો છે, તો તેઓએ શહેરમાં વિકાસલક્ષી કામ શું કર્યુ ?

ગામમાં કેટલાય વખતથી અટકેલા અને પડતર કામોનો નિકાલ કરી વિકાસ તરફ આગળ વધવુ જાેઈએ. પરંતુ, તેવુ થવાને બદલે ભાજપના નેતાઓમાં અંદરોઅંદર ટાંટીયાખેંચ ચાલી રહી છે. તેમાંય ભાજપના કેટલાક નેતાઓ સામે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, લોકડાઉન દરમિયાન પણ ગરીબ પ્રજાને મળવાપાત્ર ભોજન પહોંચી શક્યુ ન હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિડિયો ગતરોજ ભાજપના જ નેતાઓ અને કાર્યકરોના ગ્રુપમાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. જાેકે આ વિડિયો સંદર્ભે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ઉપર લીધી હોવાનું જાણવા મળે છે.

તેઓના પ્રયાસને કારણે આ યુવાનનો માફી માંગતો વધુ એક વિડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં આ યુવાને થૂકેલુ ચાંટવાની વાતનો ઉલ્લેખ સાથે જણાવ્યુ હતુ કે, મારા મુદ્દા સાચા છે પરંતુ રજૂ કરવાની પદ્ધતિ કદાચ ખોટી હતી. જેને કારણે મારાથી કોઈ નેતાઓ વિશે ખોટુ બોલાઈ ગયુ હોય, તો માફી પણ આ વિડિયો દ્વારા માંગી હતી. પરંતુ, આ વિડિયોથી હાલ સ્થાનિક ભાજપમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.