Western Times News

Gujarati News

‘ગુલાબ’ વાવાઝોડુ નબળું પડ્યું: આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ થશે

આંધ્રપ્રદેશ, વાવાઝોડા ગુલાબને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે. વિશાખાપટ્ટનમ સ્થિત હવામાન વિભાગના પ્રમુખે જણાવ્યુ કે વાવાઝોડા ગુલાબની તીવ્રતા કમજોર થઈને ડીપ ડિપ્રેશનમાં બદલાઈ ગઈ છે જે એક રાહતના સમાચાર છે. તેમણે જણાવ્યુ કે આંધ્ર પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ જારી રહેશે અને તટીય આંધ્રના એક-બે સ્થળ પર ભારે વરસાદ થશે. માછીમારોને આજે સમુદ્રમાં જવાની મનાઈ કરવામાં આવી છે.

વાવાઝોડા ગુલાબની અસર હવે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પર રહી શકે છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, દક્ષિણી છત્તીસગઢ, મરાઠાવાડા, વિદર્ભ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, દક્ષિણી ઓડિશા, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં વરસાદને યલો એલર્ટ જારી કર્યુ છે. આ સિવાય હવામાન વિભાગ અનુસાર મુંબઈ અને મહારાષ્ટ્રમાં આગામી 12 કલાકમાં તોફાની હવાઓ ચાલવાની સંભાવના છે જેથી વિદર્ભ, મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે.

વાવાઝોડા ગુલાબના પ્રભાવના કારણે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં રવિવારે સાંજે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. તટના કિનારે એક નાવ ઝડપી તોફાનથી ટકરાઈ ગઈ. જેમાં છ માછીમારો સવાર હતા. આ તમામ નાવથી તેજ લહેરના ટકરાવાથી સમુદ્રમાં પડી ગયા. જેમાંથી બે ના મોત થઈ ગયા. ત્રણ સુરક્ષિત તટ પર પહોંચી ગયા અને એક માછીમાર હજુ પણ લાપતા છે. આ ઘટના મંડાસા તટ પર થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.