Western Times News

Gujarati News

ક્રિષ્ણનગરમાં સસરાએ પુત્રવધુ સમક્ષ અભદ્ર માંગણી કરતાં પોલીસ ફરિયાદ

Files Photo

(પ્રતિનિધિ)અમદાવાદ, હાલનાં સમયમમાં સંબંધોને લજવતાં કેટલાંય કિસ્સા સામે આવી રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો ક્રિષ્ણાનગર પોલીસનાં ચોપડે નોંધાયો છે. જે મુજબ પતિ વિરુદ્ધ પેપરમાં છપાવતા સસરાને સવાલ કરતાં નિર્લજ્જ સસરાએ પરણીતાને નફ્ફટ બનીને મારી ઈચ્છાઓ પુરી કરતો બધી અરજીઓ પાછી ખેંચી લઈશ તેમ કહ્યું હતું. આ સાંભળી પરણીતા ડઘાઈ ગઈ હતી.

નરોડા સૈજપુર બોઘામાં આવેલાં આનંદનગર પાસે આવેલી એક ચાલીમાં રહેતાં ડિમ્પલબે (કાલ્પનિક નામ) વ્યવસાયે શિક્ષિકા છે અને પોતાનાં પતિ, દિકરા તથા સસરા સાથે રહે છે. તેમનાં પતિ કાપડ માર્કેટમાં નોકરી કરે છે. ડિમ્પલબેનનાં પતિ તથા સસરા વચ્ચે છેલ્લાં છ વર્ષથી ઝઘડા ચાલતાં હતાં.

રવિવારે બપોરે ડિમ્પલબેન એક વાગ્યાનાં સુમારે એકલાં હતા ત્યારે તેમનાં સસરા ઘરે આવ્યા હતા. એ સમયે ડિમ્પલબેને સસરાને તમે મારા તથા મારા પતિ વિરૂદ્ધ પેપરમાં કેમ છપાવો છો તેમ કહેતાં સસરાએ ઊશ્કેરાઈ જઈ તેમનો હાથ પકડી લીધો હતો અને મારી ઈચ્છા પુરી કર તો હું તમારા વિરૂદ્ધમાં કરેલી અરજીઓ પાછી ખેંચી લઈશ તેમ કહી અભદ્ર માંગણી કરી હતી. સસરાનાં આવાં વર્તનથી ડઘાઈ ગયેલાં ડિમ્પલબેને પોલીસને જાણ કરતાં તુરંત ક્રિષ્ણાનગર પોલીસ તેમનાં ઘરે આવી પહોંચી હતી અને ડિમ્પલબેની ફરીયાદનાં આધારે તેમનાં સસરા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.