Western Times News

Gujarati News

હ્યદય રોગના હુમલા “હાર્ટ અટેક”ની સારવારમાં કરવામાં આવતી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી વચ્ચેનો ભેદ શું છે ? આવો સમજીએ

હ્યદયની નળીમાં 80 ટકાથી વધુ બ્લોકેજ હોય ત્યારે નળીમાંથી લોહીનો પ્રવાહ ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. આ તબક્કે “એન્જીયોપ્લાસ્ટી” કરીને સ્ટેન્ટ મૂકવાનો નિર્ણય તબીબો લેતા હોય છે.

હ્યદય રોગનો હુમલો એટલે કે હાર્ટ અટેક આવે ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે દર્દી અને સ્વજનો જાય ત્યારે તબીબો એન્જીયોગ્રાફી અથવા એન્જીયોપ્લાસ્ટી કરવી પડશે તેવા શબ્દો ઉપયોગમાં લેતા હોય છે ત્યારે આ બંને વચ્ચે શું ભેદ છે તે થોડુ સમજીએ…

એન્જીયોગ્રાફી એટલે હ્યદય પર થયેલ હુમલા અથવા ઉભી થયેલ તકલીફનું નિદાન કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા હાથ અથવા પગના ભાગમાંથી સોય નાંખીને કેથેટર મારફતે ડાય નાંખીને હ્યદયની નળીમાં બ્લોકેજની તપાસ કરવામાં આવે છે. હ્યદયની ત્રણ નળીઓમાંથી કંઇ નળીમાં કેટલા ટકાનું બ્લોકેજ છે તે ચકાસવા માટે ડાયનું ઇન્જેકશન આપવામાં આવે છે. મતલબ કે એન્જીયોગ્રાફી માં કોઇપણ પ્રકારની સર્જરી કરવામાં આવતી નથી.

હવે સમજીએ એન્જીયોપ્લાસ્ટીને…..

એન્જીયોપ્લાસ્ટીમાં નળીમાં રહેલા બ્લોકેજને દૂર કરવા માટે કેથેટર મારફતે સ્ટેન્ટ અથવા બલૂન મૂકવામાં આવે છે. હ્યદય રોગનો હુમલો આવે ત્યારે નળીના 100 ટકા બ્લોકેજને વધુ જોખમી માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક અનુસંધાન પ્રમાણે હ્યદયની નળીમાં 80 ટકાથી વધુ બ્લોકેજ હોય ત્યારે નળીમાંથી લોહીનો પ્રવાહ ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. આ તબક્કે “એન્જીયોપ્લાસ્ટી” કરીને સ્ટેન્ટ મૂકવાનો નિર્ણય તબીબો લેતા હોય છે.

જ્યારે દર્દીના શરીરમાં રૂધિરાભિસરણતંત્ર એટલે કે શરીરમાં લોહીના વહનની પ્રક્રિયા અગાઉ થી જ ધીમી હોય,દર્દી ડાયાબિટીસ,બ્લડપ્રેશર અથવા અન્ય કોમોર્બિડિટી ધરાવતા હોય અથવા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તેવા કિસ્સામાં હાર્ટ અટેક દરમિયાન દર્દીમાં સ્ટેન્ટ મૂકવું જટીલ બની રહે છે.

એન્જીયો ગ્રાફી અને એન્જીયો પ્લાસ્ટી ની સારવાર માટે યુ.એન. મહેતામાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ વિશે જાણો

Intravascular Ultrasound (IVSU), Fractional flow reserve (FFR) IVL રોટાબલેશન અને 3ડી- મેપીગ:- જેવી જટીલ અને અધ્યતન તકનિકો અહીયાં ઉપલબ્ધ છે. એપીકાર્ડિયલ કોરોનરી ધમનીમાં કોઇ ચોક્કસ બીદૂએ બનેલ બ્લૉકેજની માત્રા નક્કી કરવા માટે ઈટ્રાવાસ્કુલર અલ્ટ્રાસાઉંડનો ઉપયોગ થાય છે.

IVUS ધમનીની દીવાલમાં પ્લેક વોલ્યૂમ અને ધમનીમાં રહેલા બ્લૉકેજની ઉગ્રતા નકકી કરવા માટે ઉપયોગી છે. તે ખાસ કરીને એવી પરિસ્થિઓમાં ઉપયોગી થઇ શકે છે જેમાં એન્જિયોગ્રાફીની ઉપયોગીતા મર્યાદિત છે.

FFR (FRACTIONAL FLOW RESERVE) :- આ તકનિક કોરોનરી ધમણીમાં બ્લોકેજ નોંધપાત્ર છે કે કેમ તે નક્કી કરવામાં ઉપયોગી નીવડે છે. તે એક માર્ગદર્શક વાયર આધારીત પ્રક્રીયા છે જેનાથી રોગગ્રસ્ત રકતવાહીનીમાં રકતપ્રવાહની જાણકારી મળે છે.

Rotablation (રોટાબ્લેશન) :- આ એક પ્રક્રીયા છે જે કોરોનરી ધમનીમાં કેલ્શિયમયુકત બ્લોકેજની સારવારમાં ઉપયોગી નીવડે છે. જે અન્યથા સ્ટેન્ટીગ દ્વારા શક્ય નથી.

Electrical Mapping :- આ પદ્ધતિ દ્વારા કાર્ડિયાક ચેમ્બરનું 3D એનાટોમીક માળખું બનાવવામાં મદદ પ્રદાન કરે છે જેનાથી અનિયમિત ધબકારાની સારવારમાં ઉત્તમ રીતે થઈ શકે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.