Western Times News

Gujarati News

મીની બસ ઉભી રાખવાની નજીવી બાબતે ઉશ્કેરાઈને ધારીયું માર્યુ

જેતપુરમાં જાગૃતિનગરમાં રહેતા સુરેશભાઇ જીલુભાઇ વાળા (કાઠી દરબાર) (ઉ.વ.૪૫) નામના આધેડે ફરિયાદમાં વલકું જીવાભાઈ ગોવાળિયાનું નામ આપતા કલમ ૩૨૩,૩૨૫,૨૯૪(ખ),૫૦૬ હેઠળ જેતપુર પોલીસે કાર્યવાહી કરાઈ છે. સુરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું તથા દીકરા સત્યજીતભાઇ ખેતીકામ કરે છે

તથા તેના પત્નિ પારસબેન સાથે રહે છે. મારે સુદામા ટ્રાવેલ્સ નામથી મીની બસ છે જે જુનાગઢથી રાજકોટ પટ્ટા પર ચલાવવામાં આવે છે. આ બસમાં ડ્રાઇવર તરીકે ભગીરથભાઇ ખાચર(રહે.વીરપુર)છે. કલીનર તરીકે સાહીલભાઇ (રહે.ભાદર સામાકાંઠે,જેતપુર વાળા)છે.

આ ટ્રાવેલ્સનો ધંધો છેલ્લા આશરે ૨૦ વર્ષથી કરુ છું. તા.૨૭/૦૯ના સવારના આશરે સવા સાતેક વાગ્યે મારી સુદામા નામની મીની બસ જેતપુરથી પેસેન્જરો ભરી રાજકોટ મારા ડ્રાઇવર તથા કલીનર લઇ ગયેલ અને

બપોરના રાજકોટથી પરત આવેલ અને બપોરના આશરે બે વાગ્યે મારી મીની બસ જીજે-૦૩એઝેડ-૯૫૮૭ વાળી મારા ડ્રાઇવર તરીકે કલીનરે જેતપુર બસ સ્ટે ન્ડની સામેના ભાગે આવેલ વીશાલ ટ્રાવેલ્સ પાસે રાજકોટના પેસેન્જરો લેવા માટે ઉભી રાખેલ અને ત્યાંથી પેસેન્જરો લીધેલ અને

આ મારી ટ્રાવેલ્સ જે અમો ટ્રાવેલ્સવાળાઓએ અગાઉથી ઘણા સમયથી નક્કી કરેલ સમય મુજબ આ જગ્યાએ મારી ટ્રાવેલ્સ બપોરના બે વાગ્યે સુધી આ વીશાલ ટ્રાવેલ્સની ઓફીસ સામે ઉભી રાખી ત્યાંથી પેસેન્જરો ભરવા અને પેસેન્જર દીઠ વીશાલ ટ્રાવેલ્સ વાળાને કમીશન આપવાનું નક્કી કરેલ છે.આ વીશાલ ટ્રાવેલ્સ વલકુભાઇ જીવાભાઇ ગોવાળીયા (રહે.ખોડપરા, જેતપુર) છે. બપોરના મારી ટ્રાવેલ્સના ડ્રાઇવર ભગીરથભાઇ એ ફોન કરી કહેલ કે

વીશાલ ટ્રાવેલ્સવાળા વલકુભાઇ અહીથી ગાડી કાઢવાનું કહે છે અને હજુ ટાઇમ થયો નથી જેથી મે તેને કહેલ કે તમે ત્યાં રહો હું આવું છું હું તે વખતે મારા ઘરે હતો જેથી ત્યાંથી હું વીશાલ ટ્રાવેલ્સ પાસે આવેલ અને જોયું તો મારી ગાડી ટ્રાવેલ્સ વીશાલ ટ્રાવેલ્સની ઓફીસથી થોડેક આગળ જીમખાનાના ગ્રાઉન્ડ તરફ જતા રસ્તાથી આગળ ઉભી હતી.

હું મારી ગાડી પાસે જઇ મારા ડ્રાઇવરને કહેલ કે તમે કેમ ગાડી ત્યાંથી કાઢી લીધેલ તેમ વાત કરતો હતો તે વખતે વલકુભાઇ તેના હાથમાં ધારીયું લઇને મારી પાસે આવી કહેલ કે અહીથી ગાડી કાઢી લ્યો જેથી મે કહેલ કે હજુવાર છે તેમ કહેતા તે ઉશકેરાઇ મારી ઉપર હુમલો કર્યો હતો.જેથી જેતપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.