Western Times News

Gujarati News

દેશમાં દૂરદર્શનના ૪૧૨ રિલે કેન્દ્રો બંધ કરી દેવાશે

નવી દિલ્હી,  ૩૧ ઓક્ટોબરે દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં ૧૫૨ દૂર દર્શન કેન્દ્રો બંધ કરી દેવામાં આવશે.

દૂરદર્શનનુ સંચાલન કરતી પ્રસાર ભારતી લોકસેવા દ્વારા લેવાયેલા ર્નિણય પ્રમાણે આખા દેશમાં ત્રણ તબક્કામાં ૪૧૨ રિલે કેન્દ્રો બંધ કરવામાં આવશે. આ માટેની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. હાલમાં દેશમાં ૪૬૬ રિલે કેન્દ્રો દેશમાં ચાલી રહ્યા છે. આ કેન્દ્રો દેશના અલગ અલગ હિસ્સામાં આવેલા છે. પહેલા તબક્કામાં ૩૧ ઓક્ટોબર સુધીમાં ૧૫૨ કેન્દ્રો બંધ કરાશે.

એ પછી ૧૦૯ કેન્દ્રોને ૩૧ ડિસેમ્બર સુધીમાં બંધ કરવામાં આવશે અને ૧૦૮ બીજા રિલે કેન્દ્રને ૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ બંધ કરાશે. જાેકે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, સિક્કિમ, આંદામાન નિકોબારના ૫૪ કેન્દ્રો અંગે કોઈ ર્નિણય હજી સુધી લેવામાં આવ્યો નથી. ૧૯૫૯માં ભારતમાં દૂરદર્શનની શરૂઆત થઈ હતી ત્યારે દરેક શહેરમાં પ્રસારણ માટે રિલે સેન્ટર બનાવાયા હતા.

તે સમયે લોકોના ઘરો પર એન્ટેના લગાવાતા હતા અને આ રિલે કેન્દ્રો થકી એન્ટેનાના માધ્યમથી ટીવી પર પ્રસારણ થતુ હતુ. હવે ડીટીએચ પ્લેટફોર્મથી જ દૂરદર્શનનુ પ્રસારણ થઈ રહ્યુ છે ત્યારે રિલે કેન્દ્રોની જરૂરિયાત પુરી થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.