Western Times News

Gujarati News

સાબરમતીના શખ્શે ટોળકી બનાવી નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી

એસઓજીએ ર.ર૬ લાખની નકલી નોટો સાથે પાંચની ધરપકડ કરી: મુખ્ય સુત્રધાર અગાઉ આરટીઓમાં કેશીયર હતો

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાના કારણે નાગરીકોના નોકરી ધંધા ઉપર ખરાબ અસર પડતાં કેટલાય લોકો ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયા હોવાનું બહાર આવ્યુ છે.

આ પરિસ્થિતિમાં શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (એસઓજી) નકલી નોટો બનાવતી પાંચ શખ્શોની ગેંગને ઝડપી લીધી છે અને તેમની પાસેથી રૂા.ર.ર૬ લાખથી વધુની નકલી નોટો જપ્ત કરી છે આરોપીઓએ પકડાયા અગાઉ કેટલીક નકલી નોટો બજારમાં ફરતી કરી દીધી છે.

એસઓજીના પીઆઈ એ.ડી. પરમારની ટીમને કેટલાંક શખ્શો સાબરમતીમાં આવેલા સીએનજી પેટ્રોલપંપ નજીક નકલી નોટો વટાવવા માટે ફરતા હોવાની બાતમી મળી હતી જેને આધારે તેમની ટીમે વોચ ગોઠવીને સાબરમતી અચેર ડેપો એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પાંચ શખ્શોને ઝડપી લીધા હતા.

જેમાં પરાગ ઉર્ફે પકો નરેશભાઈ વાણીયા (સાબરમતી), હરેશ ઉર્ફે સલમાન જાેઈતારામ ડાભાણી (બહેરામપુરા), વિજય ડામરાભાઈ ડાભાણી (ચાંદખેડા), કિરણ સવજીભાઈ સોલંકી (નારોલ) અને દિવ્યાંગ ઉર્ફે આર્યન રામાભાઈ ડાભાણી (નારોલ) સામેલ છે એસઓજીએ તેમની પાસેથી રૂા.પ૦૦ના દરની ૪૧૪ તથા રૂપિયા ૧૦૦ના દરની ૧૯૬ નોટો મળી કુલ રૂપિયા ર.ર૬ લાખથી વધુ રકમની નોટો જપ્ત કરી છે. ઉપરાંત ર૦,રપ૦ રૂપિયાનો અન્ય મુદ્દામાલ પણ ઝડપી લીધો છે.

એસઓજીના ડીસીપી મુકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે મુખ્ય સુત્રધાર પરાગ વાણીયા છે જે અગાઉ અમદાવાદ આરટીઓમાં કોન્ટ્રાકટ ઉપર કેશીયર તરીકે નોકરી કરતો હતો જયાંથી વલસાડ આરટીઓમાં કેશીયર તરીકે નોકરી કરતો હતો પરંતુ પગાર ઓછો હોવાથી નોકરી છોડી દીધી હતી દરમિયાન કોરોનાની બિમારી આવતા તે વલસાડ પરત ફરી શક્યો નહતો જેના પગલે આર્થિક રીતે ભીંસમાં આવતા તેણે યુટયુબની ચેનલો ઉપર વિડીયો જાેઈને નકલી ચલણી નોટો બનાવી હતી જેમાં અન્ય ચારને પણ સાથે લીધા હતા પકડાયેલા પાંચમાંથી ત્રણ આરોપી અભ્યાસ કરે છે આ તમામ ગ્રેજયુએટ અને આઈટીઆઈ કરેલા હોવાનું બહાર આવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જન્માષ્ટમીના તહેવાર અગાઉ તેમણે છાપેલી કેટલીક નકલી નોટો બજારમાં ફેરવતી કરી છે. જાેકે આજ સુધી કેટલી નોટો છાપી છે અને કેટલી નોટો બજારમાં ફરતી કરી છે તે અંગે તપાસ ચાલુ છે.

બીજી તરફ આ નકલી નોટોના પ્રકરણમાં નારોલનું પણ કનેકશન બહાર આવ્યુ છે. આરોપીઓ ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરાવતા હતા તેમ સુત્રોએ જણાવ્યું હતું જાેકે તપાસ બાદ સંપુર્ણ વિગતો બહાર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.