Western Times News

Gujarati News

મોડાસા શહેરમાં પીવાના પાણીનો કકળાટઃ પાણીની પાઈપલાઈનમાં વારંવાર ભંગાણથી નગરજનો ત્રાહિમામ

મોડાસા, અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે મોડાસા શહેરમાં પુરા પડાતા પાણીના જથ્થામાં પણ કાપ મૂકી એકાંતરે પાણીનું વિતરણ નગરપાલિકા તંત્ર કરી રહી છે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા અને અનિયમિત પાણીનો જથ્થાના વિતરણ થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મોડાસાના સિદ્ધિવિનાયક મંદિર નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા આજુબાજુની ૧૦ થી વધુ સોસાયટીના રહીશોએ પાણી વગર ટળવળવુ પડ્‌યું હતું.


મોડાસા શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે નગરપાલિકા તંત્ર કુવા,બોર અને માઝુમ ડેમના તળ ઊંડા જતા આંતરા દિવસે પાણી આપવાની ફરજ પડી છે

એકાંતરે દિવસે પણ તંત્રની બેદરકારીના પગલે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ડીપ વિસ્તારમાં આવેલી અલંકાર,દેવભૂમિ અને ગણપતિ મંદિર વિસ્તારમાં પાણી આવીને બંધ થઈ જતા નગરજનો પાણી વગર નિઃસાસા નાખ્યા હતા નગરપાલિકાએ રાત્રીના સુમારે પાણીનો પ્રવાહ બંધ કરી સમારકામ હાથધર્યું હતું.

એકબાજુ પાણીની વિકટ સમસ્યા અને બીજીબાજુ તંત્રની બેદરકારીના પગલે વારંવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજ્જારો, લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થતા નગરજનોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.