Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૨૬૭૨૭ નવા કેસ

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર હાલમાં કેરળમાં જાેવા મળી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૧૫ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, સાથોસાથ ૧૨૨ દર્દીએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમણમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અહીં એક દિવસમાં ૩ હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે જ્યારે ૫૬ લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના ૧૫૮ એક્ટિવ કેસ છે.

શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૭૨૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૭,૬૬,૭૦૭ થઈ ગઈ છે.

આ ઉપરાંત, દેશમાં કુલ ૮૯,૦૨,૦૮,૦૦૭ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૪,૪૦,૪૫૧ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૦ લાખ ૪૩ હજાર ૧૪૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૨૪૬ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૭૫,૨૨૪ એક્ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૮,૩૩૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૭,૦૪,૭૭,૩૩૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૫,૨૦,૮૯૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૧૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૪,૨૪,૨૧૯ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૬,૦૯,૯૩,૪૫૨ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.