Western Times News

Gujarati News

આંગળીમાં ફ્રેકચર છતા સ્લીપર પહેરીને બીગ બીએ કર્યુ KBCનુ શૂટિંગ

મુંબઈ, સુપર સ્ટાર અમિતાભ બચ્ચન તેમના પ્રોફેશનલ કમિટમેન્ટ માટે જાણીતા છે. તાજેતરમાં તેમને પગની આંગળી પર ફ્રેકચર થયુ હોવા છતા અને આંગળી પર પાટો હોવા છતા તેઓ કૌન બનેગા કરોડપતિના શૂટિંગ માટે પહોંચ્યા હતા. ખુદ બીગ બીએ પોતાના બ્લોગ પર આંગળી પર પાટા સાથે શૂટિંગનો ફોટો શેર કર્યો છે.

અમિતાભે આ પ્રકારની સ્થિતિમાં સ્લિપર પહેરીને પણ નવરાત્રી સ્પેશિયલ એપિસોડ માટે શૂટિંગ કર્યુ હતુ. આ પહેલા મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે પણ તેઓ શૂટિંગ પર પહોંચ્યા હતા અને તેના ફોટો પણ શેર કર્યા હતા.

બીગ બી જોકે હજી પણ કુલીના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માતને ભુલ્યા નથી. તે્મણે કેબીસીમાં એક સ્પર્ધક સાથે વાત કરતા કહ્યુ હતુ કે, મને તે વખતે તરત હોસ્પિટલ લઈ જવાયો હતો અને લાંબા સમય સુધી મારી સારવાર ચાલી હતી. જોકે એ ઘટના બાદ આજે પણ હું મારા જમણા કાંડા પર મારી પલ્સ અનુભવી શકતો નથી.

આ ખુલાસો સાંભળીને સેટ પર આવેલા દર્શકો પણ ચોંકી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.