Western Times News

Gujarati News

પાકની ખરીદી તુરંત શરૂ કરવામાં આવે નહીં તો નેતાઓના ઘરોનો ઘેરાવ: કિસાન નેતા

ચંડીગઢ, પાકની ખરીદીમાં થઈ રહેલા વિલંબના કારણે હરિયાણામાં ખેડૂતો ગુસ્સે ભરાયા છે. હવે ખેડૂત નેતાઓએ હરિયાણા સરકારને ચેતવણી આપી દીધી છે કે પાકની ખરીદી તુરંત શરૂ કરવાંમાં આવે નહીં તો નેતાઓના ઘરો પણ ઘેરવા પડશે. હજુ તો ખેડૂત આંદોલન ચાલુ જ છે એવામાં એક વાર ફરી સરકાર અને ખેડૂતો આમને સામને આવી ગયા છે. હવે પાકની ખરીદીને લઈને પંજાબ અને હરિયાણામાં બબાલ શરૂ થઈ ગઈ છે. ખેતીના પાકની ખરીદીમાં થઈ રહેલા વિલંબના કારણે ખેડૂતો હવે ગુસ્સે ભરાયા હોય એવું લાગી રહ્યું છે.

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુની એ હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારને સીધી ચેતવણી આપી દીધી છે. ગુરનામ સિંહનું કહેવાનું એમ થાય છે કે જાે ૨ ઓકટોબર એટલે કે આવતી કાલથી પાકની ખરીદી શરૂ નહીં થાય તો તેમના ઘરનો કૂતરો પણ ઘરની બહાર નહીં નિકળી શકે. ખરેખર ઋતુ જાેતાં તો આ વખતે પાકની ખરીદીમાં મોડું થઈ જ ગયું છે અને કેન્દ્ર સરકાર દ્વારા પંજાબ હરિયાણા પાસેથી એમેસપીના આધારે ૧૧ ઓકટોબરથી આ પ્રક્રિયા શરૂ કરવાનું કહી દેવામાં આવ્યું હતું તો પણ હજુ એ શરૂ ન થતાં ખેડૂતોમાં ગુસ્સો જાેવા મળી રહ્યો છે.

બીકેયૂ એટલે કે ભારતીય કિસાન યુનિયનનમાં ગુરનામ સિંહ દ્વારા આ મામલે સરકારને ચેતવણી આપવામાં આવી હતી. એક વિડીયો જાહેર કરીણે ગુરનામ સિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મંડીઓમાં પાકનો ઢગલો લાગી ગયો છે. વરસાદના કારણે કેટલોય પાક ખરાબ થઈ રહ્યો છે અને સરકારે આ અગાઉ આ પાક ખરીદી લેવાની વાત કરી હતી. જેની તારીખ હવે ફરી લંબાવીને ૧૧ કરી દેવામાં આવી છે.

ગુરનામ સિંહે કહ્યું હતું કે અમારું આંદોલન ચાલુ રહેશે અને સરકાર ત્યારે પાક ખરીદવામાં વિલંબ કરી રહી હતી અને હવે અલગ અલગ શરતો રાખી રહી છે જેના કારણે પાક ખરાબ થશે અને મંડીઓમાં પણ નહીં વેચાય. ખેડૂતો છેલ્લા દસ મહિનાથી દિલ્હી સરહદ પર આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા યુપી અને ઉત્તરાખંડમાં મહાપંચાયતો યોજી રહ્યું છે.

આરએસએસ સાથે સંકળાયેલા ભારતીય કિસાન સંઘે પણ એમએસપી પર ગેરંટી કાયદો ઘડવાની હિમાયત કરી છે. દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એમએસપીને લીગલ જામા આપવામાં આવશે તેવા સંકેતો મળ્યા હતા. પશ્ચિમ યુપીમાં પક્ષના ધારાસભ્યો અને નેતાઓના વિરોધને કારણે યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આ કામ થઈ શકે છે. ભાજપના ખેડૂત છબીના નેતાઓએ શેરડીના દરમાં વધારો કરવા માટે હાઈકમાન્ડને સૂચન પણ કર્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.