Western Times News

Gujarati News

ટૂંક સમયમાં જ સોલાથી ગોતા સુધીના દોઢ કિમીના બ્રિજનું અમિત શાહના હસ્તે ઉદ્‌ઘાટન

અમદાવાદ, અમદાવાદ શહેરની જનતાને હવે ટ્રાફિકમાંથી મોટો છૂટકારો મળશે. કારણ કે, એસ.જી.હાઈવે પરનો સોલાથી ગોતા વચ્ચેનો ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે છે. મહત્વનું છે કે, સોલાથી ગોતા સુધીનો દોઢ કિમીનો બ્રિજ સૌથી લાંબો બ્રિજ છે.

ઓવરબ્રિજના કારણે ગાંઘીનગર સુધીના અંતરમાં વાહનચાલકોને ૧૫ મિનિટની રાહત થશે. સાથો સાથ સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા ઇમરજન્સી વાહનોને પણ તેનાથી ફાયદો થશે. ઓવરબ્રિજનું ૮૦ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે, આ બ્રિજનું ઉદ્‌ઘાટન કરવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાવી એ કંઇ મોટી વાત નથી પરંતુ શહેરનો સૌથી વ્યસ્ત હાઇવે એટલે એસ.જી હાઇવે કે જ્યાં સૌથી વધારે એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ કંપનીઓ આવેલી છે.

એટલે કે મોટા ભાગે નોકરિયાત વર્ગોની ઓફિસો એસ.જી હાઇવે પર જ હોય છે. એવામાં સોલા રેલવે ઓવરબ્રિજના સમારકામના પગલે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. જેથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એમાંય નોકરિયાત વર્ગ તો સૌથી વધારે પરેશાન થાય છે. અહીંયા એકથી દોઢ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિકજામ સર્જાય છે જેને દૂરથી જાેતા જ લોકો પોતાનો રસ્તો બદલી નાખતા હોય છે. પરંતુ આ કંઇ તેનું સોલ્યુશન નથી.

કારણ કે જાે કોઇ નોકરિયાત વર્ગ આ રીતે ફરી-ફરીને જાય તો તેને આવી મોંઘવારીના સમયમાં અને એમાંય આવાં કોરોનાકાળમાં પેટ્રોલ ખૂબ જ મોંઘુ પડે છે. તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ અત્યારે આસમાને પહોંચ્યા છે. એમાંય પાછી ચોમસાની સિઝન શરૂ છે ત્યારે રોડની આવી તકલીફ ઊભી થતા લોકોની દોઢ દોઢ કિલોમીટર સુધી લાંબી લાઇનો લાગે છે. જેનાથી ભારે ટ્રાફિકજામ સર્જાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.