Western Times News

Gujarati News

ડિજીટલ દંડ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસને માથે પડી શકે છે

અમદાવાદ, ટ્રાફિક પોલીસે શરૂ કરેલા પીઓએસ મશીન કે જેનાથી ડિજિટલ દંડ લેવાય છે તે યોજનાનું હવે ટાય ટાય ફિશ થવા આવ્યુ છે. આ મશીનથી દોઢ માસમાં ૧.૦૫ કરોડ દંડ વસૂલાયો છે. જેમાંથી ડિજિટલ દંડ માત્ર ૧૦ ટકા લોકોએ જ ભર્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મશીનનો સૌથી વધુ ઉપયોગ કરી પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવશે.

ટ્રાફિક વિભાગ દ્વારા પીઓએસ મશીનથી ૧૩૫ જેટલા સ્થળ પર જ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલાય છે. પીઓએસ મશીનથી ડિજિટલ દંડ વસુંલવા માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટ શુ નિષ્ફળતાના આરે છે તેવા સવાલો ઉભા થયા છે.

કારણકે દોઢ મહિનામાં ૨૦ હજાર વાહનચાલકો મેમો આપી ૧.૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાંથી ૨૨૦૦ જેટલા મેમો ડિજિટલ દંડની પાવતી મેળવી ૧૧ લાખ રૂપિયા વસૂલ્યા છે એટલે કે ૯૦ લાખ દંડ રોકડમાં વસૂલાયા છે. એટ્‌લે માત્ર ૧૦ ટકા લોકો જ ડિજિટલ દંડ ભરી રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે, આખરે લોકો ડિજિટલ દંડ આપવાથી કેમ ડરી રહ્યા છે.

પીઓએસ મશીનમાંથી દંડ વસૂલવો ટ્રાફિક વિભાગ ભારે પડી શકે છે. કારણ કે એક મશીનમાં ૫ ડિજિટલ ટ્રાન્જેક્શન ( દંડની ડિજિટલ પાવતી) ન નીકળે તો મશીનનું ૫૦૦ રૂપિયા લેખે એક મહિનાનું તમામ મશીન લેખે કુલ ૭૦ હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડે.

પરંતુ હાલ ડિજિટલ દંડ પાવતી વધુ ન નીકળતી હોવાથી કેટલું ભાડું ચુકવે છે તે આગમી દિવસમાં ખબર પડી શકે છે. ત્યારે હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે. તેને દૂર કરવા પીઓએસ મશીનમાં ઊઇ કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.