Western Times News

Gujarati News

રેસ્ટોરન્ટમાં આઇસ્ક્રીમ સ્ટિક પર ઈડલી પીરસાઇ રહી છે

નવી દિલ્હી, આજકાલ ખાવાના શોખીનો માટે અનેક પ્રકારની ફૂડ આઇટમ ઉપલબ્ધ છે. સમયની સાથે તેને પીરસવાની રીત પણ મોડર્ન બની રહી છે. તમે સોશિયલ મીડિયામાં અનેક એવા ફૂડ આઇટમ્સના ફોટાઓ જાેયા હશે જેને સર્વ કરવાની રીતે તમને અચંબિત કર્યા હશે.

ગ્રાહકોને આકર્ષવા આજકાલ આવા આઈડિયા ખૂબ ટ્રેન્ડમાં રહે છે. કારણે કે દરેક વ્યક્તિને કઈંક અલગ જાેઈતું હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બેંગલુરુની એક રેસ્ટોરન્ટમાં ઇડલીને આઇસ્ક્રીમ સ્ટિક પર બનાવી પીરસવામાં આવે છે. પહેલી નજરે જાેતા કોઇને પણ લાગશે કે તે ઈડલી નહીં પણ આઇસ્ક્રીમ છે.

ટિ્‌વટર પર BrotherToGod નામના એક યૂઝરે આ અજીબ કોમ્બોની તસવીર શેર કરી છે. આ ફોટોમાં પ્લેટમાં ત્રણ ઇડલી છે, અને એક ઇડલી સાંભરમાં રાખેલી છે. આ સાથે જ સફેદ ચટણી પણ જાેઇ શકાય છે. આ ફોટોમાં ઇડલીને આઇસ્ક્રીમ સ્ટિક પર રાખીને બનાવવામાં આવી છે.

સામાન્ય રીતે આપણે જે ઇડલી જાેઇએ અને ખાઇએ છીએ તે ગોળાકાર હોય છે. પરંતુ રેસ્ટોરન્ટમાં પીરસાયેલી આ ઇડલી આઇસ્ક્રીમના આકારમાં બનાવવામાં આવી છે. પહેલી નજરે જાેતા કોઇનો પણ મગજ ચક્કર ખાઇ જશે કે આ આઇસ્ક્રીમ અને સાંભર ચટણી છે. ઈડલી પીરસવાની આ અતરંગી રીતે સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલ આ ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર અમુક લોકો આ વિચારને આવકારી રહ્યા છે, તો અમુક લોકો મજાક બનાવી રહ્યા છે. ઓગસ્ટમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ફેન્ટા નાંખીને ઓમલેટ બનાવી રહ્યો હતો. સુરતના આ વાયરલ વીડિયોમાં ડિશને ફેન્ટા ઓમલેટ નામ અપાયું હતું.

ઈન્ડિયા ઇટ મામાના લોગો સાથે વ્યક્તિ વિચિત્ર રીતે ફેન્ટા સાથે અલગ અલગ પ્રકારની ઇંડાની વાનગીઓ બનાવી રહ્યો હતો. અઢી મીનિટના આ વીડિયોમાં નેટિજન્સ અચંબિત થઈ ગયા હતા અને કૉમેન્ટ સેક્શનમાં આ ઘણા લોકોએ ગુસ્સો ઠાલવી રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ વીડિયોને ૧ લાખ વ્યૂઝ અને ૨૦૦૦ લાઈક્સ મળી હતી. જાેકે, આ અતરંગી કોમ્બિનેશને લોકોને બે ક્ષણ માટે વિચારમાં મૂકી દીધા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.