Western Times News

Gujarati News

થાણેમાં કોરોનાના ૨૪૧ નવા કેસ નોંધાયા, ચાર લોકોના મોત થયાં

થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -૧૯ ના ૨૪૧ નવા કેસો આવવાથી, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૫,૫૯,૩૫૧ થઈ ગઈ છે અને સંક્રમણને કારણે વધાર ચાર દર્દીઓના થયેલાં મોતને કારણે મૃત્યુઆંક વધીને ૧૧,૪૧૦ થઈ ગયો છે. આરોગ્ય અધિકારીએ કહ્યું કે ગુરુવારે કોરોના સંક્રમણના અને મૃત્યુના નવા કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે થાણેમાં કોવિડ -૧૯ થી મૃત્યુ દર ૨.૦૩ ટકા છે. તે જ સમયે, પડોશી પાલઘર જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૩૫,૯૪૪ થઈ ગઈ છે.

આ સાથે, દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ધીમો પડી ગયા પછી, મોટાભાગના રાજ્યોમાં જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી રહી છે. તેમજ અનલોકની જાહેરાત થઈ રહી છે. દેશના નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની સતત આગાહી કરવામાં આવી રહી છે.

સરકાર પણ આ ચેતવણીને ગંભીરતાથી લઈ રહી છે. ત્રીજી લહેરને રોકવાનું એકમાત્ર હથીયાર હોય તો તે છે વેક્સીનેશન. આ કારણથી સરકાર વેક્સીનેશન અભીયાનને ઝડપી બનાવવા પર સતત ભાર મુકી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ અહેવાલ લખાય રહ્યો છે ત્યા સુધીમાં ભારતમાં આજે કોરોનાના ૨૬,૭૨૭ કેસો નોંધાયા છે. અને આજના દીવસમાં કોરોનાને કારણે ૨૭૭ મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, સંભવિત કોરોનાની ત્રીજી લહેર અને આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને, બીએમસીએ નવરાત્રી માટે માર્ગદર્શિકા જારી કરી છે.

નવરાત્રિ ઉજવણી માટે ગુરુવારે બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, મૂર્તિની ઉંચાઈ જાહેર મંડપ માટે ૪ ફૂટ અને ઘરની મૂર્તિઓ માટે ૨ ફૂટ સુધી મર્યાદિત કરવામાં આવી છે. કોર્પોરેશને પંડાલ માટે સેનિટાઇઝેશનને પણ ફરજિયાત બનાવ્યું છે તેમજ ફૂલો અને મીઠાઇની મંજૂરી આપવામાં આવી નથી. અધિકારીઓએ કહ્યું કે તેઓ લોકોને ઓનલાઇન દર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

આ સાથે એક સમયે વધુમાં વધુ પાંચ લોકો પંડાલમાં જઈને દર્શન કરી શકે છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષલ કાલેએ જણાવ્યું હતું કે, ગણપતિ સમયે ધાર્મિક સ્થળો ખુલ્લા ન હતા, તેથી અમે દર્શનની મંજૂરી આપી ન હતી. જાે કે હવે દર્શનની મંજુરી છે ત્યારે સોશીયલ ડીસ્ટન્સ અને કોવીડની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવું જાેઈએ. જાે કે, અમે ગરબા પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ કારણ કે તે લોકોને એકબીજાને સંપર્કમાં લાવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.