Western Times News

Gujarati News

અમદાવાદના સફલ ગ્રુપ પર દરોડા- ૨૦ લોકર, ૧ કરોડ રોકડા અને ૧ કરોડના દાગીના મળી આવ્યા

અમદાવાદ, અમદાવાદના રીયલ એસ્ટેટમાં મોટું અને જાણીતુ નામ ધરાવતા સફલ ગ્રુપ પર ઈન્ક્‌મટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. કુલ ૨૨ ઠેકાણામાંથી બે જગ્યાઓ પર તપાસની કામગીરી હજુ પણ યથાવત રહી છે.

અત્યાર આ દરોડામાંથી ૨૦ લોકર મળ્યા છે. જ્યારે રૂ.૧ કરોડની મોટી રોકડ મળી આવી છે. જ્યારે દાગીના મળી આવ્યા છે જેની કિંમત રૂ.૧ કરોડ ઉપજે છે. ગત મંગળવારે અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગે પ્રહલાદનગર રોડ પર આવેલા બી સફલ ગ્રૂપના રાજેશ બ્રહ્મભટ્ટ અને રૂપેશ બ્રહ્મભટ્ટ, સિટી એસ્ટેટ બ્રોકર પ્રવિણ બાવડિયાની ઓફિસ તથા ઘર મળીને કુલ ૨૨ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.

પોલીની મદદ વગર પહેલી વખત આ દરોડામાં ૧૦૦થી વાધારે અધિકારીઓ જાેડાયા છે. મોટા સ્તરે દરોડાની કામગીરી કરવામાં આવતા અમદાવાદના બીજા બિલ્ડરોમાં પણ ફફડાટ જાેવા મળ્યો છે. આવકવેરા વિભાગના દરોડાની પહેલાથી ખબર પડી જતા અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગે દરોડા અંગે ગુપ્તતા જાળવી રાખી હતી.

ખાસ કરીને કામગીરીની પેટર્ન બદલી નાંખી હતી. એક નવી પેટર્ન માટે અધિકારીઓએ ૧૫ દિવસ પહેલા એક પ્રેક્ટિસ કરી હતી. મંગળવારે બિલ્ડરની કચેરીમાં દરોડા વખતા અધિકારીઓએ સવારના બદલે બપોરે દરોડા પાડ્યા હતા. આ અંગે કોઈ ઈન્સ્પેક્ટરને પણ જાણ કરવામાં આવી ન હતી. ઘરેથી સીધા જે તે સ્થળ પર આવવા માટે કહી દેવાયું હતું. ગુપ્તતા જળવાઈ રહે એ માટે પોલીસને પણ સાથે રાખવામાં આવી ન હતી.

સતત ચોથા દિવસે કરોડો રૂપિયાની રકમ મળી આવી છે. બિલ્ડરના ઘરેથી રૂ૧ કરોડનું સોનું મળી આવ્યું હતું. બી સફલ ગ્રૂપના તાર અન્ય બિલ્ડરો અને બ્રોકર્સ સાથે જાેડાયેલા હોવાથી સર્ચની કામગીરી લંબાવી દેવામાં આવી છે. બી સફલ ગ્રૂપમાં દરોડા પડતા જ યુદ્ધના ધોરણે કેટલાક બિલ્ડરો તથા બ્રોકર્સે પોતાની ઓફિસને તાળા મારી દીધા છે. ખાસ કરીને બ્રોકર લોબીમાં ફફડાટ જાેવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી કાઉન્ટિંગની કામગીરીમાં વધારાનો પોલીસ સ્ટાફ તથા અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા છે.

જેને અનેક અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. તપાસના અંતે ટેક્સ ચોરીની કોઈ મોટી રકમ મળી આવશે એવી પૂરી શક્યતાઓ છે. ૨૦ લોકરમાંથી કોઈ મોટી રકમ હાથ પર એવી અધિકારીઓને આશંકા છે. પ્રવિણ બાવળીયાને ત્યાં દરોડા પડતા અન્ય બ્રોકરોએ પોતાના કામકાજ હાલ પૂરતા બંધ કરી દીધા છે. કેટલાકે તો દસ્તાવેજ સગેવગે કરી નાંખ્યા છે. અશોક અગ્રવાલને ત્યાં પણ તપાસ ચાલું છે.

ખાસ તો કોને કોને ફાયનાન્સ કર્યું એની વિગત આવનારા દિવસોમાં ઉઘાડી પડશે. એને ત્યાં પણ દરોડા પડે એવી પૂરી શક્યતા છે. નોરતા અને દિવાળીના દિવસો નજીક આવતા આવકવેરા વિભાગે સુરત, અમદાવાદ અને રાજકોટમાં મોટાપાયે મેગા સર્ચ ઑપરેશન કરી કાળુનાણું ઝડપી લેવા માટે પગલાં ભર્યા છે. જેના કારણે અન્ય મોટી એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.