Western Times News

Gujarati News

અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહી યોજાય

પ્રતિકાત્મક

અંબાજી, કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ સૂચન કર્યું છે. અંબાજી ધાર્મિક સમિતિ નવરાત્રીમાં આરતી કરશે. મહત્વનું છે કે દર વર્ષે ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા યોજાય છે. કોરોના મહામારીને લઇ ગરબાનું આયોજન ન કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ગયા વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનું આયોજન નહોતું કરાયું.

માં અંબેનું મૂળ સ્થાન અંબાજી જે ૫૧ શક્તિપીઠમાનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જાેતા હોય છે, પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે.

ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ દર્શન આરતી ના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે, પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી, જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે.

જગતજનની માઁ અંબાના નામથી જે ગરબા સમગ્ર દુનિયા ભરમાં ગવાય છે ને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય.

સરકારે ૪૦૦ માણસોની પરવાનગી આપી છે પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

૬૦ વર્ષથી મંદિરના ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતું નવયુવક પ્રગતિ મંડળ સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ નહીં યોજવા ર્નિણય લીધો હોવાનું નવ યુવક પ્રગતિ મંડળના પ્રમુખ મહેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ.પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટસ્થાપન કરી જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે તેમ મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરે જણાવ્યુ હતુ.

શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું કે “ ચાચરચોકમાં નવરાત્રિના આયોજનને લઈ પ્રભારી મંત્રી અને જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી અને મંદિરના ચાચરચોકમાં માત્ર માઁ અંબાની આરતી કરવામાં આવશે. ગરબાનું આયોજન નહિ કરાય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.