Western Times News

Gujarati News

ડ્રગ્સ મામલે શાહરૂખના પુત્ર આયર્ન સહિત ત્રણ આરોપીઓ રિમાન્ડ પર

Clean cheat to Aryan Khan: Chapter of drugs case closed

File

મુંબઈ- ગોવા ક્રૂઝમાં રેવ પાર્ટી ૫ર NCBના દરોડા- શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની ધરપકડ

મુંબઈ, બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની કથિત રેવ પાર્ટી સંદર્ભે એનસીબીએ અટકાયત કરી છે. સમુદ્રની વચ્ચે મુંબઈથી ગોવા જતી ક્રુઝમાં એનસીબીએ સફળ ઓપરેશન પાર પાડયું હતું

છેલ્લા ઘણા દિવસોથી એનસીબીના અધિકારીઓ વોચમાં હતા અને તેઓ પ્રવાસીના સ્વાંગમાં ક્રુઝમાં બેઠા હતા. #Mumbai: In a shocking development, #AryanKhan — the son of Bollywood megastar #ShahRukhKhan (@iamsrk
) and producer #GauriKhan — is among the youngsters being probed by NCB, which bust a rave party aboard a luxury cruise liner on Saturday.

આ દરમિયાન અધવચ્ચે જ એનસીબીના અધિકારીઓએ રેડ પાડી આર્યન ખાન સહિત ત્રણ વ્યક્તિઓની અટકાયત કર્યા બાદ મુંબઈ લાવી કોર્ટમાં રજુ કર્યાં હતાં કોર્ટે ત્રણ આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

આ મામલે એનસીબીના ચીફ એસ એન પ્રધાને કહ્યું કે બે અઠવાડિયા સુધી ચાલેલી તપાસનું આ પરિણામ છે. આ માટે અમે ગુપ્ત બાતમીઓ પર કાર્યવાહી કરી અને તેમાં કેટલીક બોલીવુડ લિંકની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું. આ મામલે તપાસ ચાલુ છે.

એનસીબીએ પોતાના ખાસ ઈનપુટ પર બે ઓક્ટોબરના રોજ આ ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તમામ સંદિગ્ધોની તલાશી લેવાઈ. મળતી માહિતી મુજબ રેડમાં પ્રતિબંધિત ડ્રગ  કોકીન, એડી (મેફેડ્રોન) જેવી વિવિધ ડ્રગ અને ચરસ મળી આવ્યા છે.

કહેવાય છે કે આ પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેસ સંલગ્ન અનેક મોટામાથા સામેલ થયા હતા. એનસીબીની ટીમ દ્વારા રેડ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો અને ત્યાં હાજર તમામ લોકોની તલાશી લેવાઈ. આ મામલે અત્યાર સુધીમાં ૮ લોકોની અટકાયત કરાઈ છે. જેમાં શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે.

આ મામલે આર્યન ખાનની પૂછપરછ થઈ. એનસીબીને એક વીડિયો પણ મળ્યો છે જેમાં પાર્ટીમાં આયર્ન ખાન જાેવા મળી રહ્યો છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું કે તેને આ પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેની પાસેથી ક્રુઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવાઈ નહતી.

આર્યને કહ્યું કે તેના નામનો ઉપયોગ કરીને બાકીના મહેમાનને બોલાવવામાં આવ્યા હતા. આ બાજુ પાર્ટીમાં જે પણ લોકો આવ્યા હતા તેમને રોલ પેપર આપવામાં આવ્યા હતા. એનસીબીને મોટાભાગના મહેમાનોના રૂમમાંથી રોલ પેપર મળ્યા છે.
નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના સૂત્રોએ જણાવ્યું કે, ક્રૂઝ પર ડ્રગ્સને છૂપાવીને લઈ જવામાં આવ્યું હતું. આ ડ્રગ્સને અંડરવેરથી લઈને લેડિઝ પર્સની પટ્ટી તથા કોલરમાં છૂપાવીને લઈ જવામાં આવ્યું હતું.

૮ લોકો કે જેમની અટકાયત કરાઈ છે તેમાં ૧. આર્યન ખાન, ૨. અરબાઝ મર્ચન્ટ, ૩. મુનમુન ધમેચા, ૪. નૂપુર સારિકા, ૫. ઈસમીત સિંહ, ૬. મોહક જસવાલ, ૭. વિક્રાંત છોકર, ૮. ગોમિત ચોપરાનો સમાવેશ થાય છે.

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની પણ આ કેસમાં અટકાયત બાદ પૂછપરછ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્યન ખાને તમામ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે તે મહેમાન તરીકે ક્રૂઝ પર ગયો હતો.

સૂત્રો મુજબ આર્યનને અરબાઝ મર્ચન્ટ પાર્ટીમાં લઈ ગયો હતો. મોહક, નૂપુર અને ગોમિત દિલ્હીના રહેવાસી છે. મોહક ફેશન ડિઝાઈનર છે, જ્યારે નૂપુર પણ આ પ્રોફેશનલ સાથે જાેડાયેલી છે. નૂપુર અને ગોમિત એક સાથે મુંબઈ આવ્યા હતા. ગોમિત હેર સ્ટાઈલિસ્ટ છે.

રિપોર્ટ્‌સ મુજબ એનસીબીના એક અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા લોકો કોઈને ખબર ના પડે તે રીતે છૂપાઈને ડ્રગ્સનો જથ્થો પોતાની સાથે લઈ આવ્યા હતા. જેમાં કેટલાક લોકો પેન્ટની સિલાઈમાં, લેડીઝ પર્સના હેન્ડલમાં, અંડરવિયરના સિલાઈવાળા ભાગમાં, કોલરની સિલાઈમાં છૂપાવીને લાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.