Western Times News

Gujarati News

લોનની લાલચ આપી વકીલ પાસેથી 1.30 લાખ પડાવ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા એક ૩૮ વર્ષીય વકીલે રમાકાંત સાહુ નામની વ્યક્તિ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

વકીલની ફરિયાદ અનુસાર, રમાકાંત સેતુએ પોતાને હ્યુમન રાઈટ્‌સ કમિશનનો સભ્ય ગણાવ્યો હતો અને પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના અંતર્ગત લોન અપાવવાનું વચન આપીને દોઢ લાખ રુપિયા પડાવી લીધા હતા.

સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કેતન વરાડિયાએ જણાવ્યું કે, તેમના પિતા પણ એડવોકેટ છે. કોરોના મહામારીને કારણે પરિવાર નાણાંકીય તંગીનો સામનો કરી રહ્યો છે, માટે તેમણે અલગ અલગ સ્થળોએ લોન માટે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તે ઓઢવ વિસ્તારમાં રહેતા રમાકાંત સેતુના સંપર્કમાં આવ્યા હતા.

રમાકાંતે તેમને જણાવ્યુ હતું કે, તે પહેલા હ્યુમન રાઈટ્‌સ કમિશનના સભ્ય હતા અને અત્યારે ક્રિષ્ના સોલ્યુશનના કર્મચારી છે અને પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના પર કામ કરે છે. રમાકાંતે જણાવ્યું કે તે લોકોને લોન લેવા માટે મદદ કરે છે.

ફરિયાદ અનુસાર, વકીલને ૧૫ લાખ રુપિયાની જરુર હતી. રમાકાંતે વકીલ પાસેથી સૌપ્રથમ ૭૫,૦૦૦ રુપિયા માંગ્યા. વકીલે ૫૦,૦૦૦ રુપિયા રોકડા અને ૫૦૦૦ ડિજીટલ વોલેટના માધ્યમથી ચૂકવ્યા. આ સિવાય રમાકાંતને જરુરી દસ્તાવેજ પણ આપ્યા.

૨૬મી જુલાઈના રોજ રમાકાંતે ફોન કરીને કહ્યું કે, આજે આ યોજના માટે અરજી કરવાનો અંતિમ દિવસ છે, તો જાે પરિવારના અન્ય કોઈ સભ્યને પણ લોન માટે મદદ જાેઈતી હોય તો મને જણાવો. રમાકાંતે વકીલના પિતાને પણ લોન માટે અરજી કરવાની સલાહ આપી. વકીલે રમાકાંતને વધારે પૈસા ચૂકવ્યા અને પિતા માટે પણ અરજી કરાવી. રમાકાંત સાહુએ જણાવ્યુ હતું કે આ લોન ૮મી ઓગસ્ટ સુધીમાં ક્લિઅર થઈ જશે. અને જાે ક્લિઅર ના થાય તો એક્સિસ બેન્કનો ચેક પણ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.