Western Times News

Gujarati News

માંડલી સમરસ ગ્રામ પંચાયતની આશ્રમશાળા ખાતે રાત્રી ગ્રામસભા યોજાઈ

રાત્રિની ગ્રામસભામાં ઉપસ્થિત એક વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો

(પ્રતિનિધિ)સંજેલી,  માંડલી આશ્રમશાળા ખાતે જિલ્લા અધિકારી ની અધ્યક્ષ સ્થાને માંડલી સમરસ ગ્રામ પંચાયતની રાત્રી ગ્રામસભા યોજાઈ બસ સ્ટેશન તળાવો રિચાર્જ જર્જરીત રસ્તાઓ અને આંગણવાડી કેન્દ્રોની નવીનીકરણ વીજ પુરવઠાના ટ્રાન્સફોર્મર સહિત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભથી વંચિત સહિત જિયો ટેગિંગ ની કામગીરીને રજુઆત.

સંજેલી તાલુકામા ૧૮ ગ્રામ પંચાયતો આવેલી છે તે પૈકી માંડલી ગ્રામ પંચાયતનો સમરસ ગ્રામ પંચાયત તરીકે સમાવેશ થાય છે.ગત રોજ સંજેલી તાલુકાના માંડલી માનસીંગ ભાભોરને આશ્રમશાળા ખાતે માંડલી સમરસ ગ્રામ પંચાયતની જિલ્લા કલેકટર ડોકટર હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારની અધ્યક્ષતામા રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી

જેમાં તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ સંગાડા માજી તાલુકા પ્રમુખ માનસિંહ ભાભોર સરપંચ જશુભાઇ બામણીયા તલાટી કમ મંત્રી એમ કે ચૌધરી સહિત તાલુકાની આરોગ્ય અને મામલતદાર તેમજ તાલુકા પંચાયત ટીમ  માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

જેમાં માંડલી ખાતે નવિન બસ સ્ટેશનની સુવિધાની માંગણી માંડલી અને લુ મુવાડા ગામે તળાવો રિચાર્જ કરવા બચકરીયા લીમડાથી સંજેલીનો મુખ્ય માર્ગ ની નવીનીકરણ કાવડાના મુવાડા અને બામણીયા ફળિયામાં વીજ ટ્રાન્સફોર્મર માંડલી ગ્રામ પંચાયતમાં આવેલી આંગણવાડીઓ જર્જરિત હોઇ નવીન મકાન ફાળવવા બાબત તેમજ માંડલી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના

ગ્રામીણના લાભથી વંચિત રહેલ ગામોમાં આવાસ ફાળવવા તેમજ જિયો ટેકીંગની કામગીરી કરવા સહિતની ગ્રામજનોની લેખિત રજુઆત માંડલી પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિ.રમેશભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી જેમાં બસ સ્ટેશનની જમીન તાત્કાલીક ફાળવવા તેમજ જર્જરિત આંગણવાડી ઓ ની દરખાસ્ત મોકલવા ઉપસ્થિત તલાટી કમ મંત્રીને સૂચનો કર્યાં હતાં.

તેમજ વીજ પુરવઠા માટે અને તળાવો રિચાર્જ માટે પાણી પુરવઠા અધિકારીને પાસેથી સ્થળ પર જ માહિતી મેળવી હતી અને આવેલ તમામ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી.સાથે સાથે જિલ્લામાં સંજેલી તાલુકો આરોગ્ય કર્મચારી આંગણવાડી અને આશાવર્કર બહેનો ની તનતોડ મહેનત અને તાલુકા ના ગ્રામજનોના સહયોગથી સો ટકા વેક્સિનેશનમાં પ્રથમ તરફ જઈ રહ્યો છે.

તે બાબતની ઉપસ્થિત તાલુકાના તમામ અધિકારીઓ અને ગ્રામજનોને જીલ્લા અધિકારી એ અભિનંદન પાઠવ્યાં હતાં.સાથે સાથે આંગણવાડી કેન્દ્રોમાં નરેગા યોજના તેમજ અન્ય યોજનાઓમાં ગ્રાન્ટ ફાળવી બાંધકામ શરૂ કરવા તેમજ આંગણવાડી કેન્દ્રોના બાળકોને અતિ કુપોષણ મુક્ત કરવા માટેની પણ આંગણવાડી કેન્દ્રની બહેનોને સુચના આપવામાં આવી હતી સાથેસાથે વૃધ્ધ અને વિધવા સહાય ના સહાયના લાભોના ઓર્ડરો આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.