Western Times News

Gujarati News

મહોમ્મદ શામીની પત્ની ટોપલેસ થઈને કેમેરા સામે આવી

નવી દિલ્હી, હસીને શેર કરેલા આ વીડિયોથી લોકો પરેશાન છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે તે બેડ પર ઉંધી ફરેલી છે અને એક બંગાળી ગીત ગાઈ રહી છે.

ભારતીય ક્રેકિટ ટીમના સારા બૉલર્સમાંથી એક મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તે અનેકવાર પોતાના ચાહકો માટે નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

હાલમાં જ તેમાં એક વીડિયો શેર કર્યો છે. જેના કારણે જે ચર્ચામાં છે. હસીન જહાંના આ વીડિયોના ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે, તેમણે ટૉપલેસ થઈને આ વીડિયો બનાવ્યો છે. હસીને શેર કરેલા આ વીડિયોથી લોકો પરેશાન છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે તે બેડ પર ઉંધી ફરેલી છે અને એક બંગાળી ગીત ગાઈ રહી છે.

આ વીડિયોમાં જે પ્રકારે ભારતીય ટીમના સ્ટાર બોલર મહોમ્મદ શામીની પત્ની ટોપલેસ થઈને કેમેરા સામે અંગ પ્રદર્શન કરી રહી છે એ જાેઈને ખુદ તેના પતિને પણ ભારે આઘાત લાગ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયાના બાકી ખેલાડીઓ તેમજ ક્રિકેટના ચાહકો પણ હસીન જહાં ની આ પ્રકારની હરકતની નિંદા કરી રહ્યાં છે.

આટલા મોટા સ્ટાર ખેલાડીની પત્નીને આ પ્રકારની હરકત શોભતી નથી એવી કોમેન્ટ લોકો તેની સોશિયલ મીડિયાની વોલ પર કરી રહ્યાં છે. હસીને એક દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને ૩૬૦૦થી વધુ લાઈક્સ મળી રહી છે. સાથે જ ૨૦૦ જેટલા કમેન્ટ્‌સ પણ છે. યૂઝર્સ આ વીડિયો પર ભદ્દા કમેન્ટ્‌સ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે હસીન જહાં અને મોહમ્મદ શમી લાંબા અસરથી અલગ-અલગ છે.

બંનેના લગ્ન ૭ એપ્રિલ ૨૦૧૪માં થયા હતા. પરંતુ થોડા સમયમાં જ સંબંધોમાં ખટાશ આવી ગઈ. હસીન જહાંએ મીડિયા સામે આવીને શમી અને તેના પરિવાર પર અનેક આરોપો લગાવ્યા હતા. જે બાદ બંને અલગ રહે છે જાે એક અત્યાર સુધી તલાક નથી થયા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.