Western Times News

Latest News from Gujarat

BB-૧૫માં ગયેલા જયને દીકરી ઘરમાં શોધી રહી છે

મુંબઈ, ટીવી એક્ટર અને રિયાલિટી શો હોસ્ટ જય ભાનુશાળીએ શનિવારે યોજાયેલા ગ્રાન્ડ પ્રીમિયરમાં બિગ બોસ ૧૫ના ઘરમાં એન્ટ્રી મારી હતી. જય ભાનુશાળી રિયાલિટી શોમા ગયો તેને હજી માંડ બે દિવસ થયા છે અને તેની દીકરી તેને મિસ કરવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, જય ભાનુશાળી અને તારા એકબીજાની ખૂબ નજીક છે. એક્ટર તેના સોશિયલ મીડિયા પર દીકરી સાથેની ક્યૂટ તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે.

નાનકડી તારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમા તે જે રીતે પપ્પાને બૂમ પાડીને બોલાવી રહી છે તે હૃદય પીગળાવી દે તેવું છે. તારા આંગળી ચીંધીને પપ્પા પપ્પાની બૂમ પાડી રહી છે તે સીડી પાસે જઈને ઉપરની તરફ તાકે છે અને ફરીથી પપ્પાની બૂમ પાડે છે અને પછી કહે છે ‘પપ્પા નથી’ તો માહી કહે છે ‘ક્યાં છે પપ્પા? પપ્પા ઘરમાં નથી તે વાત પર તારાને વિશ્વાસ નથી આવી રહ્યો અને તે ફરીથી બૂમ પાડે છે ત્યારે માહી કહે છે ‘પપ્પા ઉપર નથી બેબૂ પપ્પાને કાલે ટીવીમાં જાેયા હતા ને તે? પપ્પા ટીવીમા છે’ તો તારા કહે છે પપ્પા છે પપ્પા જાેઈએ છે પપ્પા જાેઈએ છે.

જય ભાનુશાળી હજી ઘરમાં જ ગયો છે ત્યાં તારા તેને મિસ કરી રહી છે, તો આગળ જતાં શું થશે. વીડિયોમાં તારાનો પિતા પ્રત્યેનો પ્રેમ જાેઈને લોકોનું દિલ તેના પર આવી ગયું છે. તારા જ નહીં તારાની મમ્મી એટલે કે માહી વિજને પણ જય ભાનુશાળીની યાદ આવી રહી છે. તેણે ઈન્ટાગ્રામ સ્ટોરીમાં બૂમ રેંગ વીડિયો શેર કર્યો છે, જેમાં તારા તેને કિસ કરતી જાેવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું છે ‘જ્યારે તમે જુઓ કે તમારી મમ્મી ઉદાસ છે અને તેમને માત્ર તમારો પ્રેમ જાેઈએ છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon