Western Times News

Gujarati News

કલ્યાણ જ્વેલર્સની પરંપરાગત જ્વેલરીની રેન્જ સંકલ્પ લોન્ચ કરી

અમદાવાદ, નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી માટે ભારતની સૌથી વિશ્વસનિય અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે પરંપરાગત ગુજરાતી જ્વેલરીની રેન્જ સંકલ્પ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જેને ચમકદાર રત્નો, પરંપરાગત છાપો અને શ્રેષ્ઠ કુંદન કારીગરી સાથે હસ્તકળા સાથે બનાવવામાં આવી છે.

સંપૂર્ણપણે નવું સંકલ્પ કલેક્શન ગુજરાતના વિવિધ તહેવારો, જુદી જુદી સંસ્કૃતિ અને જીવંત લોકોને સમર્પિત છે, જેના દરેક પીસ પ્રાદેશિક ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. Kinjal Rajpriya wearing jewellery from Kalyan Jewellers’ newly launched Sankalp Collection

શ્રેષ્ઠ રીતે બનાવેલી એન્ટિક જ્વેલરીથી લઈને એથનિક કુંદન જ્વેલરીના સેટ સુધી દરેક પીસ સંપૂર્ણ ભવ્યતા સાથે બનાવવામાં આવ્યાં છે, જે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના સાંસ્કૃતિક વારસાની બારીક વિગતો પ્રસ્તુત કરે છે.

સૌરાષ્ટ્રના પોળ સ્થાપત્યથી લઇને પ્રેરિત પ્રસિદ્ધ લિપ્પણ કળા સાથે, સાદળીની બારીકતા કે લાકડાની કોતરીની ઝીણી ડિઝાઇનથી લઈને સૂફ એમ્બ્રોઇડરીની ભૌમિતિક સ્વાભાવિકતા ધરાવતું સંકલ્પનનું નવું કલેક્શન રાજ્યની આકર્ષક કારીગરીને બિરદાવે છે.

આ કલેક્શનમાં જ્વેલરીના દરેક પીસ સાંસ્કૃતિક અને પરંપરાગત પ્રતીક સાથે સજ્જ છે, જે ગુજરાતની ચમકદાર ઝાંખી વ્યક્ત કરે છે.

પ્રદેશની વિવિધતાસભર સાંસ્કૃતિક અને ડિઝાઇન સુંદરતાને વળગી રહીને નવું કલેક્શન આજની આધુનિક, મહત્વાકાંક્ષી અને સ્વતંત્ર મહિલાની પસંદગીને ધ્યાનમાં રાખી પરંપરા અને આધુનિકતાનો સમન્વય ધરાવે છે.

સંકલ્પ કલેક્શન વિશે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને કહ્યું હતું કે, “ગુજરાત કલ્યાણ જ્વેલર્સ માટે અતિ આકર્ષક બજાર છે અને અમે રાજ્યમાં નોંધપાત્ર બજારહિસ્સો ધરાવીએ છીએ.

અમે દક્ષિણ ભારતની બહાર વર્ષ 2013માં અમદાવાદમાં સૌપ્રથમ શોરૂમ શરૂ કર્યો હતો તથા રાજ્ય અને ગ્રાહકો સાથે અમારું જોડાણ અહીં આ વર્ષોમાં સતત મજબૂત થયું છે.

અમારી હાઇપરલોકલ પ્રોડક્ટ સ્ટ્રેટેજીને અનુસરીને અમારો ઉદ્દેશ અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારવા અને રાજ્યમાં અમારા ગ્રાહકોની બદલાતી જ્વેલરીની પસંદગી પૂરી કરવાનો છે.

તેમણે ઉમેર્યું હતું કે, “ચાલુ વર્ષે અમે અમારા ગ્રાહકો માટે સંપૂર્ણપણે નવી ઓફર રજૂ કરીને નવરાત્રિના પાવન પર્વની ઉજવણી કરીશું. આ પરંપરાગત જ્વેલરીની રેન્જ સંકલ્પ સદાબહાર ડિઝાઇનો ધરાવે છે, જે આધુનિકતાની સાથે પરંપરાનો સમન્વય કરે છે. અમારું માનવું છે કે, આ પરંપરાગત જ્વેલરીની રેન્જ સુંદર આભૂષણો તથા સમૃદ્ધિ અને આશાનો સંકેત બનશે.”

આ કલેક્શનને પ્રસ્તુત કરતા કલ્યાણ જ્વેલર્સની ગુજરાતની રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર કિંજલ રાજપ્રિયાએ કહ્યું હતું કે, “મને પરંપરાગત જ્વેલરીની રેન્જ પ્રસ્તુત કરવાની અતિ ખુશી છે, જે વિશિષ્ટ ડિઝાઇનો સાથે ગુજરાતની સંસ્કૃતિને વ્યક્ત કરે છે. મારા માટે એથનિક હેરિટેલ જ્વેલરી શ્રેષ્ઠ સુંદરતા, બારીક ડિઝાઇન ધરાવે છે

તથા આ કુશળતાપૂર્વક બનાવેલા પીસ એનું આદર્શ ઉદાહરણ છે. આ પરંપરાગત દામિનીથી લઇને હેવીવેઇટ કડા સુધી આ કલેક્શનમાં આધુનિક મહિલાઓ માટે સ્ટાઇલિશ હેરલૂમ પીસ સામેલ છે. મને ખાતરી છે કે, ગ્રાહકોને આ નવા કલેક્શનમાંથી જ્વેલરીની ડિઝાઇનને પસંદ પડશે.”

સંકલ્પ કલેક્શનને પ્રમોટ કરવા કલ્યાણ જ્વેલર્સે એની ડિજિટલ એડ સાથે એનું નવરાત્રિનું અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર કિંજલ રાજપ્રિયા છે. આ એડમાં સાંસ્કૃતિક અને પરંપરાગત રીતિરિવાજો દર્શાવવામાં આવશે, જે દર વર્ષે નવરાત્રિનું અભિન્ન અંગ છે.

ગ્રાહકો માટે તહેવારની આ સિઝનનો આનંદ-ઉમંગ-ઉત્સાહ વધારવા કલ્યાણ જ્વેલર્સે એની નવરાત્રિની વિવિધ ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગોલ્ડ જ્વેલરી માટે વીએમ પર 25 ટકા સુધી કેશબેક સામેલ છે, જેમાં વીએ રૂ. 199/-થી શરૂ થાય છે.

ડાયમન્ડ જ્વેલરી પર 25 ટકા કેશબેક અને કિંમતી રત્ન/અનકટ જ્વેલરી પર 20 ટકા સુધીનું કેશબેક રત્નોના ચાર્જ પર લાગુ થશે. ગ્રાહકો તેમની ખરીદીના ઇચ્છિત મૂલ્ય પર અગાઉથી 10 ટકાની ચુકવણી કરીને ગોલ્ડ રેટ પ્રોટેક્શન પણ મેળવી શકે છે. આ વિવિધ ઓફર સમગ્ર ભારતમાં કલ્યાણ જ્વેલર્સના શોરૂમ પર 30 નવેમ્બર, 2021* સુધી માન્ય છે.

સંપૂર્ણપણે નવા સંકલ્પ કલેક્શનમાં કલ્યાણ જ્વેલર્સના વિશિષ્ટ કલેક્શન્સ પૂરક બનશે, જેમાં ભારતમાંથી બ્રાઇડલ જ્વેલરીની લાઇન મુહુર્ત, લોકપ્રિય હાઉસ બ્રાન્ડ તેજસ્વી (પોલ્કી જ્વેલરી), મુધ્રા (હસ્તકળાથી નિર્મિત એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી) અને રંગ (કિંમતી રત્નોની જ્વેલરી) સામેલ છે.

કંપનીની પ્રોડક્ટ ડિઝાઇનોમાં ડાયમન્ડ જ્વેલરીની વિવિધ રેન્જ પણ સામેલ છે, જે ગ્લો (ડાન્સિંગ ડાયમન્ડ્સ), જિઆહ (સોલિટેઇર જેવી ડાયમન્ડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમન્ડ્સ), અપૂર્વ (વિશેષ પ્રસંગો માટે ડાયમન્ડ), અંતરા (વેડિંગ ડાયમન્ડ) અને હેરા (ડેઇલી વેર ડાયમન્ડ) કલેક્શન્સ પણ સામેલ છે.

કલ્યાણ જ્વેલર્સ એક લાખથી વધારે આધુનિક અને પરંપરાગત ડિઝાઇનોનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે તથા દરરોજ પહેરવા માટે તેમજ બ્રાઇડલ વેર અને તહેવારના પ્રસંગો માટે સિલેક્શન ઓફર કરે છે, જે ભારત અને મધ્ય પૂર્વમાં 148 શોરૂમમાં ઉપલબ્ધ છે.

ગ્રાહકો કલ્યાણની ગોલ્ડ જ્વેલરી પર 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેશનનો લાભ પણ મેળવી શકે છે. જ્યારે કલ્યાણ જ્વેલર્સ પર રિટેલ થતી જ્વેલરી શુદ્ધતાના વિવિધ પરીક્ષણોમાંથી પસાર થાય છે અને તમામ બીઆઇએસ હોલમાર્ક ધરાવે છે, ત્યારે 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ ગ્રાહકોને એક્સચેન્જ કે રિસેલ દરમિયાન ઇનવોઇસમાં ઉલ્લેખિત શુદ્ધતાના મૂલ્ય પર ગ્રાહકોને પેમેન્ટની ચુકવણીની ખાતરી આપે છે. આ સર્ટિફિકેશન દેશમાં કલ્યાણ જ્વેલર્સના કોઈ પણ શોરૂમમાં આભૂષણોનું ફ્રી લાઇફટાઇમ મેઇન્ટેનન્સ પણ સુનિશ્ચિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.