Western Times News

Gujarati News

મેડિસિનનો નોબેલ સંયુક્તપણે ડેવિન-આર્ડેમ પટાપૌટિયનને

નવી દિલ્હી, ફિઝિયોલોજી કે મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ પ્રાઇઝની જાહેરાત સોમવારે નોબેલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમૈને કરી છે.

નોબેલ સમિતિએ જણાવ્યુ કે કઈ રીતે ડેવિડ અને આર્ડમે આ શોધ કરી જેના માટે તેમને સન્માનિત કરવામાં આવે છે. આપણી ત્વચા પર રહેલ નસો પર તાપમાન કે દબાવની અલગ-અલગ અસર થાય છે.

આ વૈજ્ઞાનિકોની સામે હંમેશા એક રહસ્ય બનેલું હતું કે આખરે તાપમાન, ગરમ કે ઠંડક કે સ્પર્શને કઈ રીતે ડિટેક્ટ કરવામાં આવે છે અને નર્વ ઈમ્પલ્સમાં બદલીને નર્વસ સિસ્ટમના તે ભાગ સુધી પહોંચાડવામાં આવે છે જ્યાં તેનો મતલબ આપણા શરીરને સમજમાં આવે છે? નવી શોધે આ સવાલનો પણ જવાબ આપ્યો છે.

પાછલા વર્ષે મેડિસિનનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપથી ત્રણ વૈજ્ઞાનિક હાર્વે જે આલ્ટર, માઇકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇસને મળ્યું હતું, જેમણે લિવરને નુકસાન પહોંચાડનાર હેપેટાઇટિસ સી વાયરસની શોધ કરી હતી. આ શોધથી ઘાતક બીમારીની સારવાર શોધવામાં મદદ મળી હતી.

નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજી પ્રોફેસર જૂલિન ઝીરથે કહ્યુ- અલ્ફ્રેડ નોબેલે જ્યારે ફિઝિયોલોજી કે મેડિસિનને નોબેલ પ્રાઇઝના લિસ્ટમાં સામેલ કર્યું હતું, ત્યારે તે પોતાની ઈચ્છાને લઈને સ્પષ્ટ હતા. તેમણે વિશેષ રૂપથી કહ્યું હતું કે તે એક એવી શોધની પ્રતિક્ષામાં છે, જેનાથી માનવ જાતિને લાભ થયો હોય.

નોબેલ પ્રાઇઝ જીતનારને એક ગોલ્ડ મેડલ અને ૧૦ મિલિયન સ્વીડિશ ક્રોનોર (૧.૧૪ મિલિયન ડોલર) પુરસ્કાર રકમ મળે છે. આ પુરસ્કાર રાશિ અલ્ફ્રેડ નોબેલની વસીયતથી આવે છે. જેમનું નિધન ૧૮૯૫માં થયું હતું. મેડિસિન સિવાય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને ઇકોનોમિક્સમાં પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. તેની જાહેરાત આવનારા દિવસોમાં કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.