Western Times News

Gujarati News

૮ જેલોમાં પરિવર્તન-પ્રીઝન ટૂ પ્રાઈડ પહેલનો શુભારંભ

પ્રતિકાત્મક

અમદાવાદ, ઈન્ડિયન ઓઈલ દ્વારા અમદાવાદ – વડોદરા સ્થિત સેન્ટ્રલ જેલ ખાતે તેની પરિવર્તન- પ્રીઝન ટુ પ્રાઈડ પહેલનો પ્રારંભ કરાયો હતો. આ પહેલનું ઉદઘાટન ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય દ્વારા ગાંધી જયંતિના દિવસે નવી દિલ્હીની તિહાર જેલ ખાતે પ્રત્યક્ષ ઉપસ્થિતિ હેઠળ અને અન્ય આઠ સ્થળોએ વર્ચ્યુઅલી યોજાયેલા કાર્યક્રમમાં કરાયું હતું, આ સમયે કોચિંગ કેમ્પ અન્ય આઠ સ્થળોએ ચાલી રહ્યો હતો.

પરિવર્તન પહેલનો ઉદ્દેશ જેલના કેદીઓને વધુ સારું જીવન બનાવવામાં, સહભાગીઓના આત્મસન્માન અને આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરવાનો છે. આ કાર્યક્રમ કેદીઓને મુક્તિ પછી કેદ સાથે સંકળાયેલા કલંકને દૂર કરવામાં તથા સમાજમાં સરળ પુનઃએકીકરણમાં મદદ કરશે.

બીજા તબક્કામાં, ઇન્ડિયનઓઇલ, સંબંધિત રાજ્ય પોલીસના જેલ વિભાગ સાથે સંકલન કરીને, ખાસ કરીને આ રોગચાળાના સમયગાળા દરમિયાન કેદીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો કરવા, ભારતની જેલોમાં બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, ટેનિસ, ટેબલ ટેનિસ, ખો-ખો અને કેરમ સહિત અનેક રમતગમત શાખાઓમાં કોચિંગ કાર્યક્રમોને સરળ બનાવશે.

ચાર અઠવાડિયા લાંબી તાલીમ દરમિયાન, વિવિધ જેલોમાં ૧૦૦૦થી વધુ કેદીઓને રમતની મૂળભૂત બાબતોનું પ્રશિક્ષણ આપવામાં આવશે, જે તેમને મનોરંજન પૂરું પાડવાઉપરાંત સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવશે. ઇન્ડિયનઓઇલ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ઉપકરણો અને કિટ પણ પ્રદાન કરશે.

આ પ્રસંગે બોલતાં વૈદ્યએ જણાવ્યું હતું કે પરિવર્તનનો હેતુ, સમાજના સૌથી વંચિત અને સંવેદનશીલ વર્ગ એવા જેલના કેદીઓ સુધી પહોંચી તેમને રમતગમતમાં સામેલ કરી તેમના જીવનમાં આનંદ અને તંદુરસ્તીનો વધારો કરવાનો છે.

પરિવર્તનના બીજા તબક્કામાં ભાગ લેનારી જેલોમાં સેન્ટ્રલ જેલ, તિહાર, દિલ્હી; યરવાડા સેન્ટ્રલ જેલ, પુણે; કોલ્હાપુર સેન્ટ્રલ જેલ; સેન્ટ્રલ જેલ, પટિયાલા; લાલા લજાપત રાય ડિસ્ટ્રિક્ટએન્ડ ઓપન એર જેલ, ધર્મશાળા; સેન્ટ્રલ જેલ, ઇન્દોર; સેન્ટ્રલ જેલ, ભોપાલ; સેન્ટ્રલ જેલ, અમદાવાદ; સેન્ટ્રલ જેલ, વડોદરા; આદર્શ કારાગર, લખનઉ; સેન્ટ્રલ જેલ, વારાણસી; નૈની સેન્ટ્રલ જેલ, પ્રયાગરાજ; સેન્ટ્રલ જેલ, ગુવાહાટી; સેન્ટ્રલ જેલ, દિબ્રુગઢ, સેન્ટ્રલ જેલ, દીમાપુરનો સમાવેશ થાય છે.

ઇન્ડિયનઓઇલના આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ આ કાર્યક્રમને આગળ વધારશે. કોચમાં મંજુશા કંવર (ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન), અભિનંદન શ્યામ ગુપ્તા (અર્જુન પુરસ્કાર વિજેતા), બેડમિન્ટન; મહિલા ગ્રાન્ડમાસ્ટર એશા કારવાડે, સૌમ્યા સ્વામિનાથન અને ગ્રાન્ડમાસ્ટર એસ.એસ.ગાંગુલી; ટેનિસ ખેલાડી રશ્મી ચક્રવર્તી (રાષ્ટ્રીય ચેમ્પિયન), ટીટી અર્જુન પુરસ્કાર વિજેતા સૌમ્યદીપ રોય અને જાણીતા કેરમ ખેલાડીઓ યોગેશ પરદેશી, મોહંમદ. ગુરફાન, કાજલ કુમારી તથારમેશ બાબુનો સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.