Western Times News

Gujarati News

CBIની ઓળખ આપી લાખ પડાવનારા ચાર ઝબ્બે

હિંમતનગર, શહેરના એક યુવાનને સીબીઆઈ ઓફિસર બની ડરાવી ધમકાવીને બળજબરીથી ૧ લાખ પડાવવાની ધમકી આપી હતી અને અગાઉના ગુન્હાઓ પતાવવાની વાત કરનારા નકલી ઓફિસરોને પોલીસે જેલ હવાલે કર્યા. હિંમતનગરના એક યુવાનને સીબીઆઇ ઓફીસર તરીકેની ઓળખ આપી ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી ડરાવી ધમકાવીને બળજબરીથી રૂા.૧ લાખ પડાવી લેનાર ચાર યુવાનોને હિંમતનગર એ ડીવીજન પોલીસે ઝડપી લીધા હતા.

નકલી સીબીઆઇ ઓફીસર તરીકેની ઓળખ આપનાર આ ચારેય શખ્સો સ્વીફટ ગાડી લઇને હિંમતનગર જીઆઇડીસીમાં આવી અગાઉના ગુનાની પતાવટ કરવા માટે રૂપિયાની માંગ કરી હતી. ફરિયાદીના ઘરે સ્વીફટ કાર લઇને ચાર શખ્સો આવ્યા હતા.

જેથી ફરિયાદીના પિતાએ તેના મિત્રને ફોન કરી કહ્યુ કે, તપાસ કરવા માટે એક સ્વીફ ગાડી લઇને ચાર માણસો આવ્યા છે અને પોતે સીબીઆઇ ઓફીસરો હોવાની ઓળખ આપે હતી અને ફરિયાદી વિરૂધ્ધ નોંધાયેલા કેસની પતાવટ માટે પૈસાનો વહીવટ કરો તેવી વાત કરી હતી.

ફરિયાદી અગાઉ ચેન સ્નેચીંગના ગુનામાં પકડાયો હતો, જાે કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી કોઇ ગુનાહિત કામ કર્યુ નહોતું. ત્યારબાદ તેઓ જી.આઇ.ડી.સી. ગેટ આગળ આવવા જણાવ્યુ અને થોડી જવારમાં સ્વીફટ કારમાંથી ચાર શખ્સો ઉતર્યા અને સીબીઆઇ ઓફીસર તરીકેની ઓળખ આપીને ચૂપચાપ કારમાં બેસી જવા માટે કહ્યુ હતું. આ ચાર શખ્સોએ ફરિયાદીને મિત્રોથી સહેજ સાઇડમાં લઇ જઇ મેટર પતાવવી હોય તો તારા બાપુજી પાસેથી રૂા.૧ લાખ મંગાવી લે અને વહેવાર કરે તો મેટર પતાવી આપીએ તેવું જણાવ્યુ હતું.

ફરિયાદીના મિત્રોએ હિંમતનગર એ ડીવીજન પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સાથે દોડી આવી હતી. પોલીસને જાેઇને આ ચાર શખ્શો ગાડીમાં બેસીને ભાગવા જતા હતા. દરમિયાન આ ચાર શખ્સોને દબોચી લઈ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. તેમના સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલતો ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરતા તમામને સબજેલમાં મોકલી આપ્યા છે. તો બીજી તરફ ચાર પૈકી એક આરોપી અગાઉ પણ કોઈ ગુન્હામાં સંકડાયેલ છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.