Western Times News

Gujarati News

કોરોનામાં પ્રતિબંધ છતાં યમનથી પરત આવેલા શખ્સની ધરપકડ

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના મહામારી દરમિયાન ભારત દેશ દ્વારા કેટલાંક દેશોમાં ટ્રાવેલ કરવા પર મનાઈ ફરમાવવામાં આવેલી હતી જેનો ભંગ કરીને યમન દેશ જઈને આવેલા એક વ્યકિતની અમદાવાદ એરપોર્ટ ઉપરથી અટક કરવામાં આવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે સોમવારે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે કતારથી એક ફલાઈટ આવી હતી જેમાં ઈમિગ્રેશન તપાસ દરમિયાન સજીવન ઈલાવીટી રમન અભિરમણ (રહે. કોઝીકોડ) નામનો વ્યક્તિ મળી આવ્યો હતો જેના પાસપોર્ટ પરથી તે યમન દેશ જઈ આવ્યો હોવાનું ફલિત થતાં ઈમિગ્રેશન ઓફીસરે તેની સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.

આ અંગે વાત કરતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના ડીસીપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ આ શખ્સ યમનમાં નોકરી કરતો હતો અને અન્ય અખાતી દેશમાંથી તે યમન ગયો હોય તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન ભારત દેશ દ્વારા નાગરીકોને કેટલાંક દેશોમાં પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેમાં યમનનો પણ સમાવેશ થાય છે.

ફરીયાદી ઈમિગ્રેશન ઓફીસરની પુછપરછમાં સજીવન અગાઉ યમન દેશમાં ગયો હતો જયાંથી પરત આવ્યા બાદ ભારત કે રાજય સરકાર કોઈની પણ પરવાનગી લીધા વગર તે યમન ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.