Western Times News

Gujarati News

વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરાશે

ગાંધીનગર, રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭,૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો ર્નિણય કરાયો છે

તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અધ્યક્ષને જરૂરી આદેશ કર્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટૂન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન-હથિયારી અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ

જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્‌સ અને ગ્રામ રક્ષક દળ (માનદ)ની મળીને અંદાજીત ૨૭,૮૪૭ જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય

તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનું આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હંમેશાં કટિબદ્ધ છે. આ ર્નિણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થતા ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે

અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ યોગ્ય બનશે તેમ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તારીખ ૧૯-૯-૨૦૨૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષ સાથે બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અધ્યક્ષને જરૂરી આદેશો કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.