Western Times News

Gujarati News

ભારતમાં પાવર પ્લાન્ટ પાસે માત્ર ૩ દિવસ ચાલે એટલો જ કોલસો બચ્યો

ચીનમાં હાલના દિવસોમાં વીજળીની કટોકટી ચાલી રહી છે. ઘણા ઉધોગોની વીજળી કાપી નાખવામાં આવી રહી છે- ભારતમાં વીજળીનું ઉત્પાદન લગભગ ૩૩ ટકા ઘટે તેવી શક્યતા

પશ્ચિમ બંગાળ, ભારત દેશના આ તમામ ૧૩પ પાવર પ્લાન્ટમાં કુલ વીજળી વપરાશના ૬૬.૩પ ટકા વીજ ઉત્પાદન થાય છે. જાે કોલસાના અભાવે ૭ર પાવર પ્લાન્ટ બંધ થઈ જાય તો વીજળીનું ઉત્પાદન લગભગ ૩૩ ટકા ઘટશે.

આનાથી દેશમાં વીજ સંકટ આવી શકે છે. સરકારી આંકડા અનુસાર કોરોના મહામારી પહેલા ઓગષ્ટ-સપ્ટેમ્બર ર૦૧૯માં ભારતમાં દરરોજ ૧૦,૬૬૦ કરોડ યુનિટ વીજળીનો વપરાશ થયો હતો. હવે ઓગષ્ટ-સપ્ટેમ્બર ર૦ર૧માં તે વધીને ૧૪,૪ર૦ કરોડ યુનિટ થઈ ગઈ છે. બે વર્ષમાં કોલસાના વપરાશમાં ૧૮ ટકાનો વધારો થયો છે.

પ૦માંથી ચાર પાવર પ્લાન્ટમાં ૧૦ દિવસ ચાલી શકે એટલો જ કોલસો છે. જયારે બીજા ૧૩ પાવર પ્લાન્ટમાં ૧૦ દિવસથી વધુ ઉપયોગ થઈ શકે તેટલો કોલસો છે.

કેન્દ્ર સરકારે કોલસાના સંગ્રહની સમીક્ષા કરવા માટે કોલસા મંત્રાલયના નેતૃત્વમાં એક સમીતીની રચના કરી છે. આ ટીમો તેના પર નજર રાખી રહી છે. દેશમાં કોલસા સંકટનું મૂલ્યાંકન ઓગષ્ટમાં જ સામે આવ્યું હતું. ૧ ઓગષ્ટના રોજ માત્ર ૧૩ દિવસનો કોલસો સંગ્રહ બાકી રહયો હતો.

પછી આ અછતને કારણે થર્મલ પાવર પ્લાન્ટસ પ્રભાવીત થયા. તેના કારણે ઓગષ્ટના રોજ માત્ર ૧૩ દિવસનો કોલસો સંગ્રહ બાકી રહયો હતો. પછી આ અછતને કારણે થર્મલ પાવર પ્લાન્ટસ પ્રભાવીત થયા. તેના કારણે ઓગષ્ટના છેલ્લા સપ્તાહમાં વીજ ઉત્પાદનમાં ૧૩,૦૦૦ મેગાવોટનો ઘટાડો થયો હતો.

ચીનમાં હાલના દિવસોમાં વીજળીની કટોકટી ચાલી રહી છે. ઘણા ઉધોગોની વીજળી કાપી નાખવામાં આવી રહી છે. તેની અસર તેના અર્થતંત્રને અસર થવાના ભયમાં કહેવામાં આવી રહી છે. પરંતુ ભારતમાં પણ ચીન જેવી પાવર કટોકટી ઉભી થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.