Western Times News

Gujarati News

‘પાણી બચાવો’ ના પ્રચાર માટે આ હોટેલ આપી રહી છે, અડધો ગ્લાસ પાણી

પ્રતિકાત્મક

‘જળહાટ જન અભિયાન’ ના પ્રારંભીક તબકકામાં હોટેલમાં ભોજન લેતા ગ્રાહકોને અડધો ગ્લાસ પાણી આપવામાં આવશે.

ઈન્દોર, લોકોમાં પાણીની બચત અંગે જાગૃતિ ફેલાવવા મધ્યપ્રદેશના ઈન્દોરમાં બિનનફાકીય સંગઠન ઓજસ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ઝંુબેશ હેઠળ હોટેલ્સમાં અડધો ગ્લાસ પાણી આપવામાં આવશે. મધ્યપ્રદેશના કોમર્શીયલ હબ ગણાતા ઈન્દોરમાં પાણીની બચત કરવાના અને બગાડ અટકાવવાના પ્રયાસ ઝડપી બનાવાયા છે.

તાજેતરમાં શહેરમાં ‘જળહાટ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પાણીની જાળવણીના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઈન્દોર હોટેલીયર્સ એસોસીએશનના પ્રેસીડેન્ટ સુમિત સુરીએ જણાવ્યું હતું કે, ‘જળહાટ જન અભિયાન’ નના પ્રારંભીક તબકકામાં હોટેલમાં ભોજન લેતા ગ્રાહકોને અડધો ગ્લાસ પાણી આપવામાં આવશે.

આ પ્રસંગે લોકોને તળાવ, નદી સરોવર, ઝરણા સહીતના પાણીના તમામ સ્ત્રોતોમાંથી પાણીની બચત કરવા પર ભાર મુકાયો હતો. મધ્યપ્રદેશના જળ સ્ત્રોત બાબતોના મંત્રી તુલસીરામ સિલાવટે જણાવ્યું હતું કે, “રાજય સરકાર પાણીની બચત માટે અને પાણીનો બગાડ અટકાવવા પ્રતિબદ્ધ છે.

આ મુદ્દે સામુહીક જાગૃતિ ફેલાવવાના તમામ પ્રયાસોમાં અમે સંપૂર્ણ સહયોગ આપીશું.” ઉલ્લેખનીય છે કે, જળહાટ પ્રોગ્રામ દ્વારા ઈન્દોરના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની બચત માટેનું કામ સતત ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.