Western Times News

Gujarati News

સુંદર યુવતી સાથે મસ્તીમાં ગજરાજ ખૂબ નાચ્યા

નવી દિલ્હી, હાથીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. આ વીડિયોને જાેયા બાદ આપણે પણ હસવાનું રોકી નથી શકતા. આવા જ પ્રકારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે એક સુંદર યુવતી ડાન્સ કરી રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુવતીની પાછળ જ ઊભેલા ગજરાજ પણ ડાન્સ કરી રહ્યા છે.

આ વીડિયોને જાેયા બાદ દરેક વ્યક્તી આ ક્ષણને રાહ જાેઈ રહ્યા છે. એનિમલ લવર્સ માટે આ વીડિયો ખૂબ જ શાનદાર છે. આ ક્યૂટ વીડિયોને જાેયા બાદ અનેક લોકો ભાવુક પણ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે એક સુંદર યુવતી મસ્તીભર્યો ડાન્સ કરી રહી છે. યુવતીનો ડાન્સ જાેઈ પાછળ ઊભેલા હાથી પણ તેની નકલ કરવા લાગે છે.

વીડિયોને જાેયા બાદ જાણી શકાય છે કે આ કોઈ પાર્કની વીડિયો છે. પાર્કમાં યુવતી ઉપરાંત બે હાથી વીડિયોમાં જાેવા મળી રહ્યા છે. આ ત્રણેયના ડાન્સે સોશિયલ મીડિયા પર કોહરામ મચાવી દીધો છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર elephantsofworld નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અહેવાલ પ્રકાશિત થયા ત્યાં સુધી આ વીડિયોને ૭૦ હજારથી વધુ લાઈક્સ મળી છે. લોકો આ અંગે સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

આ વીડિયો પર કોમન્ટ કરતા એક યૂઝરે લખ્યું છે કે, હાથીઓ પ્રાણીઓમાં સૌથી વ્હાલા હોય છે. આ વિડીયો જાેઈને મારો દિવસ સુધરી ગયો. બીજી તરફ, અન્ય એક યૂઝરે લખ્યું છે, વાહ નાચતા હાથીઓ, શું સુંદર દૃશ્ય છે. વીડિયો જાેયા બાદ મોટાભાગના યૂઝર્સ ઇમોટિકોન્સના માધ્યમથી પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.