Western Times News

Gujarati News

ચેન્નઈ સામે દિલ્હીનો ૩ વિકેટથી સંઘર્ષમય વિજય

દુબઈ, આઈપીએલ ૨૦૨૧ની આજે ૫૦મી મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો.

જે બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટના નુકસાન પર ૧૩૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમે ૧૯.૪ ઓવરમાં ૧૩૯ રન બનાવીને ચેન્નઈ સામે શાનદાર વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી ગઈ છે.

૧૩૬ રનોનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી થઈ હતી. પૃથ્વી શોએ ૧૮ રન બનાવીને આઉટ થયો હતો, શિખર ધવને ૩૯ રન બનાવ્યા હતા. જાે કે, શ્રેયસ ઐય્યર ફક્ત ૨ રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત કેપ્ટન ઋષભ પંત પણ આજે કાંઈ કમાલ કરી શક્યો ન હતો, તે માત્ર ૧૫ રન બનાવીને આઉટ થયો હતો. રિપલ પટેલ પણ ૧૮ રન બનાવી શક્યા હતો.

તો આર.અશ્વિન ૨ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જાે કે, શિમરોન હેટમાયરે દિલ્હીની આશા જીવંત રાખી હતી. અને ૨૮ રન બનાવીને અણનમ રહ્યો હતો.

ચેન્નઈ તરફથી જાડેજા અને શાર્દુલ ઠાકુરે ૨-૨ વિકેટ ઝડપી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ લાઈન અપ આજે ફ્લોપ સાબિત થઈ હતી. ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસ ચેન્નઈને સારી શરૂઆત અપાવી શક્યા ન હતા. ઋતુરાજ ૧૦ રન બનાવીને તો ફાફ ડુ પ્લેસિસ ૧૦ રન બનાવીને આઉટ થયો હતો.

આ ઉપરાંત ઉથપ્પા ૧૯ રન બનાવીને આઉટ થયો હતો. તો મોઈન અલી પણ ૫ રન બનાવી શક્યો હતો. પણ અંબાતિ રાયડુએ ૫૫ રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે ધોનીએ માત્ર ૧૮ રન બનાવ્યા હતા. રાયડુના ૫૫ રનના આધારે જ ચેન્નઈ ૧૩૬ રનોનો સ્કોર હાંસલ કરી શકી હતી. જ્યારે દિલ્હી તરફથી અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.