Western Times News

Gujarati News

ગૌરી ખાનનો ૫૭૦૦૦ની જીન્સવાળો ફોટો વાયરલ

મુંબઈ, સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી નથી. અને જ્યારે કોઇ પોસ્ટ કરે છે તો તે બાળકો સાથે આઉટિંગ અથવા તેમના બર્થડેની તાજેતરમાં ગૌરી ખાને એક તસવીર શેર કરી છે. જેમાં ગૌરી ખાનની આ તસવીર સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઇ રહી છે આ સાથે જ તેમના ડ્રેસિંગ અને સ્ટાઇલની ચોતરફ ચર્ચા થઇ રહી છે.

એક સેલિબ્રિટી પત્ની અને પ્રસિદ્ધ ઇંટીરિયર ડિઝાઇનર ગૌરીને પોતાની અપલોડ ફોટો સાથે નવા આઈફોન૧૩ પ્રો મેક્સનો પ્રચાર કરતાં દેખાયા છે. ફોટામાં તે પોતાના ચારેય તરફ મોટા મોટા ઝાડ સાથે એક છોકરીની બેંચ સામે બેઠેલી જાેવા મળે છે.

ગૌરી પોઝ આપવા માટે એક હાથ વડે પેન પકડીને પોતાના વર્ક પેડની તરફ જાેઇ રહી છે. ફોટામાં આ સ્ટાઇલ દિવાએ એક ઓવરસાઇઝ્‌ડ બ્લેક શર્ટ પહેરેલો જાેવા મળી રહ્યો છે. જેને તેમણે ડિઝાઇનર સ્ટેલા મૈકકાર્ટનીની ફેડેડ ડેનિમ જીન્સ સાથે પેર કર્યો છે.

લુકને રાઉન્ડ ઓફ કરવા માટે તેમણે ટૈન અને બ્લેક વેજેજ અને મોટા સનગ્લાસીસ પહેર્યા છે. ઇન્ટરનેટ પર સર્ચ કરતાં ખબર પડી કે ગૌરી ખાનના જીન્સની કિંમત લગભગ ૫૭,૦૦૦ રૂપિયા છે. તો બીજી તરફ ગૌરી ખાનનો આ ફોટો તેમના મિત્ર મહીપ કપૂર અને ફિલ્મ નિર્માતા જાેયા અખ્તરે પણ રિએક્શન આપ્યું છે.

થોડા દિવસો પહેલાં ગૌરી ખાને પોતાના બંને પુત્ર આર્યન ખાન અને અબરામનો ફોટો શેર કર્યો હતો. ગૌરી દ્વારા શેર કરવામાં આવેલો ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું ‘બોયઝ નાઇટ આઉટ.’ ફોટામાં તમે જાેઇ શકે છો કે અબરામ પોતાના મોટા ભાઇ આર્યનના ખોળામાં બેસીને વીડિયો ગેમની મજા માણી રહ્યો છે. બંનેની ટ્યૂનિંગ આ ઇમેજમાં ખૂબ સુંદર દેખાઇ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.