Western Times News

Gujarati News

ગુજરાતના દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું હૃદય રોગના હુમલાથી નિધન

રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય બનેલા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું 5 ઑક્ટોબરના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. ૮૨ વર્ષીય દિગ્ગજ અભિનેતાને મોડી રાત્રે આવેલ હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો.

મહત્વનું છે કે અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ ગણાતા હતા. તેમણે સેંકડો લોકપ્રિય નાટકો અને ફિલ્મો તેમ જ ટીવી સીરિયલમાં કામ કર્યુ હતું. Gujarati famous actor Arvind Trivedi- who played the role of Ravan in Ramayan passed away in Mumbai on Tuesday night.

નટુકાકાએ ભવાઈ, ગુજરાતી રંગભૂમિથી લઈને ટીવી સિરિયલ જગતમાં ડંકો વગાડ્યો

ગુજરાત સરકારથી લઈને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યા છે. ‘રામાયણ’ના આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ‘રામાયણ’ના આ ખલનાયક રિયલ લાઇફમાં પણ નાયક હતા.

અરવિંદ ત્રિવેદીના નિધનની ખબર તેમના ભત્રીજા કૌસ્તભ ત્રિવેદીએ સોશ્યલ મીડિયા પર આપી હતી. રંગભૂમિના અદના કલાકાર એવા અરવિંદ ભાઈ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.

મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા.

અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી 40થી વધુ વર્ષોમાં પથરાયેલી હતો. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો હતો.

નટુ કાકાને પરિવારે રડતી આંખે અંતિમ વિદાય આપી

1991માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતાં. આ સાથે જ 2002માં તેમને ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આમ તો અરવિંદ ત્રિવેદીએ આશરે 300થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પરંતુ તેમની કેટલીક નોંધપાત્ર ફિલ્મો અને અભિનય સફર આ પ્રમાણે હતી જેનાથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે  હાલમાં જ  ગુજરાતે  ‘તારક મહેતા’ ફૅમ નટુકાકાને ગુમાવ્યા  છે, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. તેમણે ૩ ઓક્ટોબરના રોજ સૂચક હોસ્પિટલમાં સાંજે સાડા પાંચ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ ૭૭ વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.