Western Times News

Gujarati News

શાળાઓે તો શરૂ થઈ પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી

પ્રતિકાત્મક

અમદાવાદ, સ્કૂલોની સફાઈ થઈ ગઈ છે, વર્ગખંડોમાં પણ સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલો ફરી રાબેતા મુજબ કરવાની બધી જ તૈયારી થઈ ગઈ છે પરંતુ એજ્યુકેશન સિસ્ટમનો સૌથી અગત્યનો ભાગ જ ગાયબ છે. આ ભાગ છે વિદ્યાર્થીઓ. શહેરની સ્કૂલોના સંચાલકો અને નિષ્ણાતોનું કહેવું છે કે, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહેલી આશંકાના કારણે જ શાળાઓ શરૂ થયા પછી પણ તેમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી છે.

આ સિવાય સ્કૂલના શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓમાં એકાગ્રતાની કમી અને અભ્યાસમાં ઓછો રસ જાેવા મળી રહ્યો છે. અમદાવાદ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ હિતેશ પટેલે કહ્યું, વિદ્યાર્થીઓ દોઢ વર્ષ લાંબા વિરામ બાદ પ્રત્યક્ષ શિક્ષણ તરફ પાછા ફર્યા છે.

જેના કારણે તેમનામાં એકાગ્રતાનો અભાવ જાેવા મળે છે અને તેઓ સૂચનાઓનો અમલ કરવામાં થોડીવાર લગાવે છે. ઘણાં વિદ્યાર્થીઓનું વજન પણ વધી ગયું છે.

કેટલાક વિદ્યાર્થીઓને એકીકૃત થઈને લખવામાં અને વાંચવામાં માર્ગદર્શનની જરૂર પડે છે, તેમ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયલા હૉલના ફાધર ઝેવિયર અમાલરાજે જણાવ્યું. અમદાવાદ પ્રોગ્રેસિવ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ મનન ચોક્સીએ કહ્યું, કેટલાક શિક્ષકોમાં પણ ગુસ્સાની સમસ્યા જાેવા મળી રહી છે. વિદ્યાર્થીઓનું વર્તન સમજવા માટે તેમની સાથે થોડો વધુ સમય વિતાવવાની જરૂર છે.

ઓનલાઈન ફોર્મેટ સાથે તાલમેલ સાધવા માટે ઘણી સ્કૂલોમાં પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે ફરીથી ઓફલાઈન સ્કૂલો શરૂ થઈ છે ત્યારે કોરોના કાળ પહેલાના ફોર્મેટમાં પાછા ફરશે તેવું લાગે છે.

બાળકોને જૂની વ્યવસ્થામાં ગોઠવાતા થોડો સમય લાગશે, તેમ શહેરના કિશોર અને બાળકોના સાઈકિયાટ્રિસ્ટ ડૉ. પુનિતા ગ્રોવરે જણાવ્યું. શહેરના સાઈકોલોજીસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ કહ્યું, સ્કૂલોએ સોફ્ટ સ્ટાર્ટ કરવું જાેઈએ. મતલબ કે, સ્કૂલો શરૂ થતાંની સાથે જ ભણવાની કે અભ્યાસક્રમની વાતો ન કરવી જાેઈએ.

બાળકોને ફરીથી સ્કૂલના વાતાવરણમાં ગોઠવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કોઈ મસ્તીભરી પ્રવૃત્તિઓ અને ગ્રુપ એક્ટિવિટીઝ કરવી જાેઈએ. આ પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને મદદ મળી શકે છે. સાઈકિયાટ્રીમાં આવા વર્તન માટે એક શબ્દ છે જિટર્સ (ગભરાવું, ધ્રૂજારી આવવી).

બાળકો લાંબા સમયથી ઘરે છે અને પરિવાર સાથે છે ત્યારે ફરી એકવાર સ્કૂલમાં પાછા ફરે છે ત્યારે તેમનામાં સેપરેશન એન્ઝાયટી (પરિવારથી કે સ્નેહીજનોથી દૂર જવાના વિચારથી લાગતો ડર) જાેવા મળે છે. બાળકોને આ ન્યૂ નોર્મલમાં ગોઠવાતા સમય લાગી શકે છે. એક વર્ષ પહેલા જ્યારે ઓનલાઈન ક્લાસ શરૂ થયા ત્યારે પણ બાળકોમાં આ પ્રકારની સ્થિતિ જાેવા મળી હતી, તેમ શહેરના સાઈકિયાટ્રિસ્ટ ડૉ. કેવિન પટેલનું કહેવું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.