Western Times News

Gujarati News

અહમદનગર જિલ્લાના ૬૧ ગામોમાં ૧૩ ઓક્ટોબર સુધી કડક લોકડાઉન જેવા પ્રતિબંધ

મુંબઇ, કોરોનાના સતત વધતા મામલાઓને જાેતા પુણેથી આશરે ૧૨૨ કિલોમીટર દૂર અહમદનગર જિલ્લાના ૬૧ ગામોમાં ૧૩ ઓક્ટોબર સુધી કડક લોકડાઉન જેવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યું છે કે, અકોલે, કરજત, કોપરગાંવ, નેવાસા, પારનેર, પાથરડી, રહાટા, સંગમનેર, શેવગાંવ, શ્રીગોંડા અને શ્રીરામપુર તાલુકામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.

તેમણે પોતાના આદેશમાં કહ્યું, જિલ્લામાં દરરોજ ૫૦૦-૮૦૦ મામલા સામે આવી રહ્યા છે અને પોઝિટિવિટી દર ૫ ટકા કરતા વધુ છે. આથી, ૧૦ કરતા વધુ એક્ટિવ મામલાઓ ધરાવતા ગામોમાં સુરક્ષાના પગલાં લાગૂ કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રોટોકોલનું સંપૂર્ણરીતે પાલન કરવામાં નહોતુ આવી રહ્યું, આથી અમે જિલ્લાના ૧૧ તાલુકાઓના ૬૧ ગામોમાં કડક પ્રતિબંધ લગાવ્યા છે.

આ લોકડાઉન દરમિયાન ગામોમાં તમામ પ્રકારના કામો ઠપ્પ રહેશે. જે ભાગોમાં દર્દીઓની સંખ્યા વધુ છે, તેમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા. આ ગામોમાં બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ હશે. ગામમાંથી બહાર જવાની અનુમતિ પણ નહીં હશે.

અતિ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સામોનોની દુકાનોને છોડીને તમામ દુકાનો બંધ રહેશે. જેમા મેડિકલ સ્ટોર, ક્લીનિક અને ડાયગ્નોસ્ટિક લેબ જેવી આવશ્યક વસ્તુઓને છોડીને તમામ દુકાનો ૪ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર સુધી બંધ રહેશે.

આ ગામોમાં પાંચ કરતા વધુ લોકો એક જગ્યા પર ભેગા નહીં થઈ શકશે. કૃષિ સાથે સંકળાયેલા સામાનોની સપ્લાય સાથે સંકળાયેલા વાહનો છોડીને તમામ વાહનોના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ હશે. કરિયાણાની દુકાનોને સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યાની વચ્ચે કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ લોકડાઉનના સમય દરમિયાન તમામ ધાર્મિક સ્થળ અને સ્કૂલ બંધ રહેશે. દરમિયાન જિલ્લાધિકારી ઈચ્છે તો નિયમોમાં ઢીલ આપી શકે છે, અથવા તો નિયમોને હજુ વધુ કડક બનાવી શકે છે.

અહમદનગરની વાત છોડી દઈએ તો, રાજ્યાના બાકી હિસ્સાઓમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. આથી, પેનિક થવાની જરૂર નથી. ૨ ઓક્ટોબરે રાજ્યમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ૩૫ હજાર ૯૫૫ નોંધવામાં આવી હતી. જાે થોડાં જ મહિના પહેલા એટલે કે ૧૪ જુલાઈ, ૨૦૨૧ની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ૧ લાખ ૬ હજાર ૭૬૪ નોંધવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.