Western Times News

Gujarati News

GTU અને GCA વચ્ચે સિવિલ એન્જિ.ના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ સંદર્ભે MoU કરવામાં આવ્યાં

સિવિલ એન્જિનિયરીંગ વિદ્યાર્થીઓ માત્ર વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફ થાય તે હેતુસર આ એમઓયુ કરવામાં આવ્યાં છે.-પ્રો. ડૉ. નવીન શેઠ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ શાખાઓમાંઅભ્યાસ કરતાં ફાઈનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે , તે હેતુસર વિવિધઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશિપ ફરજીયાત કરવામાં આવી છે.  MoU between Gujarat Technological Uni and Gujarat Contractior Association

આ અનુસંધાને વિદ્યાર્થીને મલ્ટીનેશનલકંપનીમાં ઈન્ટર્નશિપ કરવા મળે તે માટે જીટીયુના ઈન્ટ્રીગ્રેટેડટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ (I-TAP)કાર્યરત છે. તાજેતરમાં જ જીટીયુ અને ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન (GCA) વચ્ચે સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ સંદર્ભે એમઓયુકરવામાં આવ્યાં હતા.

આ સંદર્ભે જીટીયુનાકુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તથા વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફથાય તે હેતુસર આ એમઓયુ કરવામાં આવ્યાં છે

સિવિલ એન્જિનિયરીંગ શાખામાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતાંહોય છે. પ્રતિભાવાન વિદ્યાર્થીને મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક અને પ્લેસમેન્ટ પૂરૂં પાડવામાં આ એમઓયુ મદદરૂપ થશે. સાઇટ્સ વિઝીટ , અદ્યતનટેકનોલોજી અને બાંધકામ ક્ષેત્ર પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ,

સિવિલ એન્જિનિયરીંગના રિસર્ચ ,સહાયક ઉદ્યોગો જેવા કે, સિવિલ મશીનરી ઉત્પાદન , સોફ્ટવેર ડેવલપર્સ અને સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રેપણ વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં મદદરૂપ થશે. આગામી દિવસોમાં અન્ય શાખાનાવિદ્યાર્થીઓ માટે પણ વિવિધ સંસ્થાઓ સાથે આ પ્રકારે એમઓયુ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં  આઈ-ટેપ હેડ ડૉ. કેયુર દરજી, જીટીયુ એન્જિનિયરીંગ વિભાગના ડિન ડૉ. જી. પી વડોદરીયા ,સિવિલ એન્જિનિયરીંગ વિભાગના બોર્ડ ઑફ સ્ટડીઝ મેમ્બર શ્રી ગીરીશ શિંગાઈ અને જીસીએનાકોર કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.