Western Times News

Gujarati News

ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ

File

નવીદિલ્હી, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું કે આજથી ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. જાે કે ઉત્તર પ્રદેશમાં વરસાદનો સિલસિલો હજુ એક સપ્તાહ સુધી ચાલશે અને અહીંથી ૧૪ ઑક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લઈ લેશે. જાે કે ચોમાસાની વિદાય આજે રાજસ્થાનથી થશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણરે ચોમાસાની વિદાય સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવાની જગ્યા ભૂ-મધ્ય સાગરથી ઈરાન, અફઘાનિસ્તાનના રણની ગરમ હવા લઈ લેશે. અનુમાન છે કે ૧૫ ઑક્ટોબરથી હળવી ઠંડી પણ પડવા લાગશે.

વિભાગના રાષ્ટ્રીય હવામાન પૂર્વાનુમાન કેન્દ્રના વરિષ્ઠ અધિકારી આર.કે.જેનામણિએ જણાવ્યું કે આ વખતે ૧૯૬૦ પછી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બીજી વખત મોડેથી પરત ફર્યું છે. ૨૦૧૯માં ઉત્તર-પશ્ચિમ ભારતથી ચોમાસાની વાપસી ૯ ઑક્ટોબરથી , હતી. ઉત્તર-પશ્ચિમ ભારતથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસી સામાન્ય રીતે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ જાય છે.

હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું કે આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર-પશ્ર્‌ચિમ ભારતના અમુક વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસી માટે સ્થિતિઓ અનુકૂળ બની ગઈ છે. તેમણે કહ્યું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના દરમિયાન સામાન્ય વરસાદ પડ્યો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે દેશમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. ૨૦૧૯ અને ૨૦૨૦માં વરસાદ સામાન્યથી વધુ રહ્યો છે.

આખા દેશમાં જૂનમાં ૧૧૦%, જૂલાઈ અને ઑગસ્ટમાં ક્રમશઃ ૯૩ અને ૭૬% વરસાદ પડ્યો હતો. જાે કે જૂલાઈ અને ઑગસ્ટની કમીની ભરપાઈ સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી જેમાં ૧૩૫% વરસાદ પડ્યો હતો. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ બે દિવસના વિલંબ બાદ ૩ જૂને કેરળમાં દસ્તક આપી હતી. તેણે ૧૫ જૂન સુધી ઝડપથી મધ્ય, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતને કવર કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.