Western Times News

Gujarati News

પીએમ મોદી સાથે દેશના રોકાણકાર ઝુનઝુનવાલા દંપતીએ મુલાકાત કરી

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર દંપતીએ મુલાકાત કરી જેમની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે. અસ્ત વ્યસ્ત શર્ટમાં પીએમ મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમનો પરિવાર લગભગ ૨૨,૩૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

રાકેશ ઝુનઝુનવાલાએ એ સાબિત કર્યુ કે વસ્ત્રથી વ્યક્તિની ઓળખ થતી નથી અને દુનિયાના કોઈ પણ તાકાતવર શખ્સને પણ મળવા માટે આત્મવિશ્વાસમાં કપડાનુ મહત્વ હોતુ નથી. જાેકે સત્ય એ પણ છે કે જાે આપની પાસે હજારો કરોડનુ નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપમેળે આવી જાય છે.

રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ મંગળવારે સાંજે થયેલી મુલાકાત બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા. કોઈએ કહ્યુ કે ‘ભાઈ આમને ઈસ્ત્રી અપાવી દો’ તો કોઈએ કહ્યુ કે પીએમ મોદી તો આમની સામે ફેનની જેમ ઉભા રહેલા જાેવા મળી રહ્યા છે. જાેકે સત્ય તો એ છે કે જ્યારે તમે ઙ્મૈહીહની શર્ટ પહેરીને કારમાં જાવ છો, ટ્રાવલ કરો છો તો તેની પર આવી કરચલી આવી જાય છે.

રાકેશ ઝુનઝુનવાલા દેશના શેર બજારના દિગ્ગજ રોકાણકાર છે જેમને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના એક-એક કદમ પર કરોડો રોકાણકારની નજર હોય છે. રાકેશ ઝુનઝુનવાલા જે શેરમાં હાથ લગાવે છે. તે સોનુ થઈ જાય છે. એટલું જ નહીં, તેમની દેખા-દેખી કરીને શેરમાં રોકાણ કરનારા કેટલાય લોકો અમીર થઈ ગયા છે. હારુન ઈન્ડિયાની તાજેતરની જારી અમીરોની યાદી અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારનુ નેટવર્થ લગભગ ૨૨,૩૦૦ કરોડ રૂપિયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.