Western Times News

Gujarati News

આ વર્ષે નીટ સુપર સ્પેશિયાલિટી પરીક્ષા જૂની પેટર્ન પ્રમાણે જ લેવામાં આવશે

Files Photo

નવીદિલ્હી, નીટની પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લઈ કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું છે. કેન્દ્ર અને રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે સુપ્રીમ સમક્ષ સ્વીકાર કર્યો છે કે, આ વર્ષે નીટ સુપર સ્પેશિયાલિટી પરીક્ષા જૂની પેટર્ન પ્રમાણે જ લેવામાં આવશે. સુપ્રીમે જણાવ્યું કે, નીટની સુપર સ્પેશિયાલિટી ડીએમ પરીક્ષાની પેટર્નમાં આ વર્ષે કોઈ ફેરફાર નહીં થાય. આ પરીક્ષા જૂની પેટર્ન પર જ યોજાશે.

કેન્દ્ર અને પરીક્ષા બોર્ડે સુપ્રીમ સમક્ષ સ્વીકાર કર્યો હતો. નવી પેટર્ન આગામી વર્ષથી લાગુ થશે. સુપ્રીમના કડક વલણ બાદ કેન્દ્ર સરકારે જૂની પેટર્નથી પરીક્ષા લેવાની વાત કરી છે. પરીક્ષા જૂના પ્રશ્નની પેટર્ન અનુસાર લેવી પડશે. નવી પેટર્ન આગામી સત્ર ૨૦૨૨-૨૦૨૩થી લાગુ થશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના પ્રસ્તાવ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટની ફિટકાર બાદ કેન્દ્ર સરકારે જૂની પેટર્ન પર જ નીટ પીજી સુપર સ્પેશિયાલિટી પરીક્ષા ૨૦૨૧ યોજવાની વાત કહી છે. કેન્દ્રએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે, આ પરીક્ષા જૂના પ્રશ્નની પેટર્ન અનુસાર જ યોજાશે. નવી પેટર્ન આગામી સત્ર ૨૦૨૨-૨૦૨૩ થી લાગુ થશે. જાે કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સંતોષ વ્યક્ત કર્યો છે.

તમને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ સુપર સ્પેશિયાલિટીની પેટર્નમાં કરવામાં આવેલા ‘લાસ્ટ મિનિટ ચેન્જેજ’ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ જ એ પ્રતીત થાય છે કે, તેના આધારે માત્ર ખાલી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સીટોને ભરવાનો ઇરાદો છે.

કેન્દ્ર સરકારની પરીક્ષા બે મહીના સુધી ટાળવાના નવા પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બુધવારના રોજ ફરીથી આ અંગે વિચાર કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે બેવડું વલણ આપતા જણાવ્યું હતું કે, કાં તો સરકાર ખુદ જૂની પેટર્ન પર પરીક્ષા કરાવે નહીં તો કાયદાના હાથ લાંબા છે.

પરંતુ કોર્ટે કહ્યું હતું કે, પેટર્નની માન્યતા નક્કી કરવાની કોઈ જરૂર નથી. હવે આ મામલો કોર્ટમાં ખુલ્લો રહેશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સરકાર આ મામલે અત્યાર સુધી નિષ્પક્ષ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અંતિમ ક્ષણે પરીક્ષાની પેટર્નમાં ફેરફાર તાર્કિક હોવો જાેઈએ.

સરકારનું આ પગલું મેસેજ આપી રહ્યો છે કે, મેડિકલ વ્યવસાય એક વ્યવસાય બની ગયો છે. તબીબી શિક્ષણ પણ એક વ્યવસાય બની ગયો છે. અમે ભવિષ્ય માટે આયોજન નથી કરતા, તે જ સમસ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, છેલ્લી ઘડીએ પેટર્ન બદલવાની શું જરૂર છે. સરકાર નવી પેટર્ન લાવી શકે છે, તે તેના કાર્યક્ષેત્રમાં છે, પરંતુ તેનો અમલ આવતા વર્ષે થવો જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.