મુંબઇ કોન્ટ્રાકટર પેમેન્ટને સંડોવતું દલાલોનું રેકેટ ઝડપાયું
મુંબઈ, દેશમાં વહીવટીતંત્રની ધોરીનસ જેવા ટોચના આઈએસએસ તથા આઈપીએસ સહિતના અધિકારીઓ અને ‘મીડલમેન’ તથા ચોકકસ મંત્રાલયોને સંડોવતું જંગી નાણાકીય રેકેટ ઝડપી લેવામાં આવ્યું છે જેમાં સરકારી બાબુઓ ખુદ મીડલમેનને તેની બદલી અને મનગમતા પોષ્ટીંગ તથા કોન્ટ્રાકટના પેન્ડીંગ બિલ કલીયર કરાવ્યા અથવા અન્ય કોઈ ડીલ માટે મંત્રીઓ તથા અન્ય અધિકારીઓને નાણા ચુકવતા હતા. હાલમાં આવકવેરા વિભાગે મુંબઈમાં ૨૫ રહેણાંક તથા ૧૫ ઓફીસ સ્થળો પર દરોડા પાડયા હતા તથા ૪ અધિકારીઓને પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાઈવસ્ટાર હોટલના રૂમ પણ ચકાસાયા હતા જે તાજેતરમાં જ બે મીડલમેન મારફત બુક કરવામાં આવ્યા હતા.
મીડલમેન જે સેવા આપતા હતા તેમાં જમીન સંબંધી વિવાદમાં સરકારની મંજુરીઓ મેળવવાથી લઈને અધિકારીઓ મનગમતા પોષ્ટીંગ મેળવવા અને સરકારી કોન્ટ્રાકટર્સ તેના બીલ છૂટા કરાવવા માટે જંગી નાણા ચુકવતા હતા. આ મીડલમેન એ વ્યાપારીઓ, કોન્ટ્રાકટર્સ અને અધિકારીઓ વતી કામ કરતા હતા અને તેમની એક સીન્ડીકેટ જ બની ગઈ હતી.
જે કોઈપણ પ્રકારની સરકાર સંબંધી ‘સેવા’ પુરી પાડતા હતા. મહારાષ્ટ્રમાં તા.૨૩થી૨૫ સપ્ટેમ્બર સુધી દરોડાના દૌર ચલાવાયા હતા અને આ પ્રકારના બિઝનેસમાં રૂા.૧૦૫૦ કરોડના વ્યવહારો શોધી કઢાયા હતા તથા મોબાઈલ ફોન પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક તથા અન્ય દસ્તાવેજાે પણ ઝડપી લેવાયા હતા.
ઉપરાંત રૂા.૪ કરોડની રોકડ-જવેલરી રૂા.૩.૧૨ કરોડની અને કેટલાક બેન્ક લોકર સીલ થયા છે અને આ નાણાકીય લેવડ દેવડમાં આંગડીયા સેવાનો ઉપયોગ થયો હતો અને એક આંગડીયા ઓફીસમાંથી રૂા.૧૫૦ કરોડ પણ ઝડપી લેવાયા હતા. આ પ્રકારના વ્યવહારોમાં કોડ-નેમથી પણ વ્યવહાર થતો હતો અને છેલ્લા ૧૦ વર્ષથી તે ચાલી રહ્યું હતું અને આઈટી અધિકારીઓએ પણ શોધી કાઢયું છે કે બાબુઓ તેમના પોષ્ટીંગ માટે જે જંગી નાણા ચૂકવે છે તે કયાંથી મેળવે છે.
સરકારી સાહસોને જમીનની જરૂર હોય તો તે આ મીડલમેન મારફત આગોતરો વ્યવહાર કરતા હતા જેઓ આ જમીન ખુદ ખરીદીને પછી સરકારી સાહસોને ઉંચા ભાવે વેચતા હતા અને આ પ્રકારની જમીનમાં અધિકારીઓના ‘ડમી’ સગાઓ પણ નાણા રોકતા હતા. આ પ્રકારનું રેકેટ ૧૦ વર્ષથી ચાલતું હતું અને તેના દસ્તાવેજાે પણ ઝડપી લેવાયા છે.HS