Western Times News

Gujarati News

ખાડીયામાં ગઠીયો ઠગાઈ કરી ૧૯.ર૯ લાખના દાગીના લઈ ફરાર

gold bengles jewellary

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતી રતનપોળમાં વધુ એક વખત સોની વેપારી સાથે ૧૯.ર૧ લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હતી. જાેકે ક્રાઈમબ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપીને તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો આરોપીએ વેપારીના સ્વાંગમાં ભોગ બનનાર સામે અગાઉ વ્યવહાર કરી શાખ બનાવ્યા બાદ આ ઠગાઈ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે ઈબ્રાહીમ મોહમદઅલી ખાન મુળ પ.બંગાળના છે અને દાણીલીમડા બેરલ માર્કેટ ખાતે રહે છે તથા રતનપોળ શેઠની પોળ ખાતે સબરસ ભવન નામે ઘરેણાં બનાવી આપવાનો વ્યવસાય કરે છે.

એક મહીના અગાઉ તેમના ત્યાં કામ કરતા મબેહલ હક શેખ નામના કારીગરે માણેક ચોકના ર૪ કેરેટ બિલ્ડીંગમાં દુકાન ધરાવતા યોગેશ લોભાભાઈ મંડલેકર સાથે મીટીંગ કરાવી હતી. બાદમાં યોગેશે ઈબ્રાહીમભાઈને વીટી બુટ્ટી સહીતના ઘરેણાં બનાવવાનો ઓર્ડર આપીને રોકડ રકમ તુરંત ચુકવી આપી હતી

એ પછી યોગેશે ૮૦ વીંટીઓ તથા ૪૭ બુટ્ટીનો ઓર્ડર આપ્યો હતો જે બન્યા બાદ ડિલીવરી મળતા યોગેશે ૧૯.ર૧ લાખ રૂપિયા ચુકવવા બે દિવસનો સમય માંગ્યો હતો જાેકે બે દિવસ બાદ ઈબ્રાહીમભાઈ તથા મબેરૂલ યોગેશને ત્યાં જતા ઓફીસ બંધ હતી અને ફોન પણ ઉપાડતો ન હતો.

વારંવાર સંપર્કનો પ્રયત્ન કરવા છતાં યોગેશે જવાબ ન આપતાં છેવટે ઈબ્રાહીમભાઈએ પોલીસ ફરીયાદ કરી હતી જેને પગલે તપાસ શરૂ થતાં ક્રાઈમબ્રાંચની એક ટીમ પણ જાેડાઈ હતી અને પીઆઈ એચ.એમ. વ્યાસની ટીમને બાતમી મળતાં તેમણે યોગેશને માંડવીની પોળના નાકેથી ઝડપી લીધો હતો.

પુછપરછમાં મુળ નાગપુર મહારાષ્ટ્રના અને હાલમાં નરોડા ખાતે રહેતા યોગેશે જણાવ્યું હતું કે ઈબ્રાહીમે બનાવીને આપેલા દાગીના સામે તેમને ૪૦૦ ગ્રામ સોનું આપવાનું હતું. જાેકે ઠગાઈ કરવાના ઈરાદે દાગીના મળતા યોગેશ હરીદ્વાર ભાગી ગયો હતો અને આ મામલો ઠંડો પડયો હશે તેમ માની ૧પ દિવસ બદા તે અમદાવાદ પરત ફર્યો હતો.

પ્રાથમિક તપાસમાં તેણે શોર્ટકટમાં રૂપિયા કમાવવા તથા દેવુ ચુકવવા ગુનો આચર્યાનુ બહાર આવ્યું છે તેની પાસેથી ૧૯.૧૭ લાખના દાગીના રીકવર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.