Western Times News

Gujarati News

રાજ્યમાં ચોમાસાએ આ વર્ષે પણ ખુબ તબાહી મચાવી દીધી છે

File

ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાએ આ વર્ષે પણ ખુબ તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. આ વર્ષે વરસાદે રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા ૩૦ વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં ૯૫ ટકા વરસાદ થયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી) એ આ અંગે માહિતી આપી હતી. એસઇઓસી મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૭૯૮.૭ એમએમ વરસાદ પડ્યો છે, જે રાજ્યના સરેરાશ વરસાદના ૯૫.૦૯ ટકા છે. રાજ્યમાં છેલ્લા ૩૦ વર્ષથી સરેરાશ વરસાદ ૮૪૦ મીમી છે. સમગ્ર ચોમાસાની ઋતુની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં મહત્તમ વરસાદ થયો હતો.

એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ૪૨૬.૨૧ મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. એસઇઓસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં ૧૩૦ ટકા વધુ વરસાદ થયો છે.

તે જ સમયે, આ વર્ષે ચોમાસાના પ્રકોપે સૌરાષ્ટ્ર પ્રદેશ પર તબાહી મચાવી છે. સૌરાષ્ટ્રના કલ્યાણપુર તાલુકાનું જામ રાવલ ગામ દર વર્ષે અપવાદ વિના ડૂબી જાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ, ગામ એક એવા મર્જિંગ પોઇન્ટ પર છે જ્યાં નદી સમુદ્રને મળે છે. તેથી દર વર્ષે ચોમાસુ આ ગામ માટે પૂરગ્રસ્ત અને દુખદ સ્વપ્ન છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવ પુલ પુરના પાણીમાં ડૂબી ગયા બાદ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, ઘણા આંતરિક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે અને લગભગ ૨૮૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અનિશ્ચિત પરિસ્થિતિને જાેતા, જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ તબીબી કટોકટીનો સામનો કરવા માટે બોટ સાથે એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.