Western Times News

Gujarati News

આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ

અમદાવાદ, નવરાત્રીની શરૂઆતની સાથે જ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાદરા નગર હવેલી, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ વરસી શકે છે.

તો રવિવારે સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સોમવારે ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, જ્યારે મંગળવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, દીવમાં ૩૦થી ૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.આથી ખેલૈયાઓ નિરાશ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.