Western Times News

Gujarati News

સુરતના ગેસ્ટહાઉસમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, ૪ યુવતીઓ સહિત ૭ ધરપકડ

Files photo

સુરત, ગુજરાતના પચરંગી શહેર સુરતમાં મહીધરપૂરા વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પોલીસે છાપો મારી ગ્રાહક અને સંચાલકો સહીત સાતની ધરપકડ કરી હતી.

આ વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા અથવા લાઇન્સ વિસ્તારમાં કોઈ રૂપજીવિની કહેવાતી યુવતી સાથે કેટલાક યુવકો ઉન્મત રીતે ડાંસ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે મહીધરપૂરા વિસ્તારમાં કાર્યવાહી કરી હતી.

સુરતન શહેરમાં છાના ખૂણે ધમધમતા કૂટણખાનાઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.પરિણામે,પોલીસની સાખ પર સવાલો ઉઠે છે. દારુ-જેવી બદીઓ પણ વ્યાપક છે ત્યારે, નવી સરકાર રચાતા અને પોલીસને પણ બદીઓ ડામવા કડક આદેશ આપવામાં આવ્યા છે.

આ અંતર્ગત,સુરતના મહીધર પૂરાના આદેશ ગેસ્ટ હાઉસમાં મોટા પાયે ગોરખ ધંધો ચાલતો હતો. જાેવાની ખૂબી એ છે કે, મહીધર પૂરા પોલીસ મથકની બાજુમાં જ આ કૂટણખાનું ચાલતું હતું. પોલીસના છાપામાં ૪ યુવતીઓ,ગ્રાહકો અને સંચાલકો રંગે હાથ ઝડપાઈ ગયા હતા.પ્રાથમિક પૂછ પરછમાં મળેલી માહિતી પ્રમાણે, યુવતીઓને દદાલો મારફત આ ગેસ્ટ હાઉસમાં બોલાવાતી હતી.અને ગેસ્ટ હાઉસ જ ધંધાનું મુખ્યમથક હતું.

મહીધરપૂરા પોલીસ હવે, આ ધંધામાં કોણ-કોણ સામેલ છે અને સુરતના ક્યા ક્યા વિસ્તારોમાં આ યુવતીઓ દેહ વ્યાપાર માટે જતી હતી ઉપરાંત તેના અન્ય કનેક્શનસ પણ શોધવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મહ્નાગરપાલિકાની બાજુમાં જ એક આખું રૂપજીવિની બજાર ધમધમતું હતું. જે સમય જતા, અહીંથી બદલાવી નાખવામાં આવ્યું હતું. અને નવા વિસ્તારમાં ખસેડવામાં આવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.