Western Times News

Gujarati News

મિત્રો સાથે બાઈક રેસના શોખમાં સુરતના યુવકની જિંદગી હોમાઈ

સુરત, સુરતીઓના શોખ ક્યારેક તેમના પર ભારે પડી જાય છે. મોડિલિંગનુ કામ કરતા એક સુરતી યુવકને રેસિંગનો શોખ ભારે પડ્યો હતો. રાત્રે ગરબા જાેઈને મિત્રો સાથે પરત આવતા યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યુ હતું. ૨૨ વર્ષીય યુવક છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સલૂન ચાલવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

સુરતના નાગસેન નગરમાં ૨૨ વર્ષીય મનીષ બાગુલ મૂળ મહારાષ્ટ્રનો વતની છે. તે મૂળ મહારાટ્રના ધુલીયામાં આવેલ શિરપુર ગામનો હતો. બાગુલ પરિવારના બે ભાઈઓમાં તે મોટો દીકરો હતો. સુરતમાં રહીને તે આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેનો પરિવાર મહારાષ્ટ્રમાં રહે છે, અને તે સુરતના એકલો જ રહેતો હતો. તે સુરતના વેસુમાં આવેલ એક હેર સલૂનમા કામ કરતો હતો. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સલૂન ચાલવી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. શુક્રવારે રાત્રે મનીષ પોતાના મિત્રો સાથે ગરબા જાેવા નીકળ્યો હતો. ત્યારે તેની સાથે અકસ્માત સર્જાયો હતો.

તે મિત્રો સાથે ગરબા જાેઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે અડાજણથી મગદલ્લા બ્રિજથી પાંડેસરા જઈ રહ્યો હતો. ત્યારે તેના મિત્રો સાથે તેણે રેસ લગાવી હતી. તેના બે મિત્રો ગાડી લઈને આગળ નીકળી ગયા હતા અને તે પાછળ રહી ગયો હતો. ત્યારે તેના મિત્રોએ તેની થોડી વાર રાહ જાેઈ હતી, અને બાદમાં તેઓ મનીષને જાેવા પાછા આવ્યા હતા. તેમણે ઓએનજીસી તરફ આવીને જાેયુ તો મનીષ ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

જાેકે, આ અકસ્માત કેવી રીતે થયો તે માહિતી હજી મળી નથી. આ માહિતી મળતા જ મનીષના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. મનીષ સલૂનમાં કામ કરવાની સાથે મોડેલિંગનો શોખ પણ ધરાવતો હતો. તેણે કેટલાક મોડેલિંગના કામ પણ કર્યા હતા. પરંતુ રેસિંગના શોખમાં જ તેનો જીવ ગયો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.