Western Times News

Gujarati News

અજય મિશ્રાના પુત્ર આશિષ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા

નવી દિલ્હી, લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા શનિવારે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા હતા. પોલીસે સવારે ૧૧ વાગ્યે આશિષ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

શુક્રવારે નોટિસ હોવા છતાં આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. સુપ્રીમ કોર્ટ લખીમપુર ખેરી હિંસા પર યુપી સરકારના સ્ટેટસ રિપોર્ટથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે આરોપીઓની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે હત્યાના કેસમાં પોલીસ આરોપીઓ સાથે અલગ રીતે કેમ વર્તન કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની આગામી સુનાવણી હવે ૨૦ ઓક્ટોબરે થશે.

આરોપી આશિષ મિશ્રાના નેપાળ ભાગી જવાના સવાલ પર તેના પિતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ કહ્યું કે આશિષ ક્યાંય ભાગ્યો નથી. નાદુરસ્ત તબિયતને કારણે આશિષ દેખાયો નહીં. નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું છે કે તેઓ આરોપી આશિષ મિશ્રાની ધરપકડ સુધી ઉપવાસ કરશે. નવજાેત સિંહ સિદ્ધુ લખીમપુરમાં પત્રકાર રમણ કશ્યપના ઘરે મૌન ઉપવાસ અને ભૂખ હડતાલ પર બેઠા. દુર્ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળવા અકાલી દળના નેતાઓ પણ શુક્રવારે લખીમપુર પહોંચ્યા હતા.

લખીમપુર હિંસા કેસના મુખ્ય આરોપી ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની લુકા-છુપી અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે જાે તે નિર્દોષ છે, તો પોલીસ સમક્ષ હાજર થાઓ.

આરોપી આશિષ મિશ્રા વકીલો સાથે લખીમપુરમાં ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં પૂછપરછ માટે પહોંચ્યા છે. થોડા સમયમાં આઈજી આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરશે. લખીમપુર હિંસા કેસમાં આરોપી આશિષ મિશ્રાની પૂછપરછના કારણે શહેરમાં ભાજપ કાર્યાલયની બહાર હંગામો મચી ગયો છે. ભાજપના કાર્યકરો આશિષ મિશ્રાના સવાલથી નારાજ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.